બોલિવૂડની જાણીતી અભિનેત્રી સારંગપુરમાં `દાદા`ના દર્શને, કહ્યું, `ગુજરાતના લોકો ખુબ જ પ્રેમ-સન્માન આપે છે...`
દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાતની પ્રજા બહુ જ માન સન્માન આપે છે, બહુ જ પ્રેમ આપે છે તેવુ કહી ગુજરાતના કલસરના વખાણ કર્યા હતા.
વિશ્વ પ્રસિદ્ધ સાળગપુર હનુમાનજી મંદિર ખાતે બોલીવુડ, ભોજપુરી, કન્નડ અભિનેત્રી અર્ચના ગુપ્તા પોતાના પરીવાર સાથે હનુમાનજી દાદાના દર્શને આવી હતી.
સાળગપુર હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે ગુજરાતી ભાષામાં કેમ છો? કહીને તેણે વાતચીત કરી હતી.
અર્ચના ગુપ્તાએ ગુજરાત સાથે લોકોને જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો તેઓને ખુબજ પ્રેમ આપે છે સાથે બહુજ સન્માન પણ આપે છે.
તેમ કહી ગુજરાતના કલસરના વખાણ કર્યા અને આજે દાદાના દર્શન કરવાનો મને લાહવો મળ્યો છે તેથી હુ ધન્યવાદ અનુભવુ છુ.