ફેમસ ઈન્સ્ટા સ્ટાર બન્યા વડોદરા તાલુકા પંચાયતના નવા પ્રમુખ, 7.14 લાખ છે ફોલોઅર્સ
વડોદરા તાલુકા પંચાયતમા અઢી વર્ષ માટે હોદ્દેદારો નિમાયા છે. જેમાં અંકિતા પરમાર પર પસંદગીનો કળશ ઢોળાયો છે. અંકિતા પરમાર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કારણ કે, તે ભાજપનો યુવા ચહેરો બન્યા છે. તેઓ કોઈ હિરોઈનથી ઓછા નથી લાગતા.
અંકિતા પરમાર સતત પોતાની રીલ્સ સોશિયલ મીડિયા પર મૂકતા રહે છે. ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના ડાયલોગ ‘ઇજ્જત સે જીનેકા.. કિસી સે ડરના નહિ... ન MLA સે ન મંત્રી સે... ન કિસી કે બાપ સે નહીં ડરને કા...’ ફોલોઅર્સમાં વધુ પોપ્યુલર બની હતી.
તેમની રીલ સ્ટારથી તાલુકા પંચાયતના પ્રમુખ સુધીની સફર રસપ્રદ છે. તેઓ માને છે કે, હાલ મારું એકમાત્ર લક્ષ્ય વડોદરા તાલુકાના છેવાડાના લોકોની સેવા કરવાનું છે. સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની છે.