Best street food in lucknow: લખનઉના આ સ્વાદીષ્ટ વ્યંજનોની આગળ ફેલ છે દુનિયાના મોટા મોટા સ્ટ્રીટ ફૂડ

Fri, 24 Nov 2023-7:20 pm,

જે પ્રકારે કોઇ એક વાનગીને કારણે આખી દુકાન ફેમસ થઈ જાય છે. એ જ રીતે લખનઉ પણ તેના સ્ટ્રીટ ફૂડને કારણે દેશભરમાં પ્રખ્યાત છે. નવાબોના શહેરમાં ફરતી વખતે તમને ઘણી વાનગીઓ જોવા મળશે.

કબાબ અને લખનઉ એકબીજાના પર્યાય છે. કબાબ વિના લખનઉનો સ્વાદ ફીકો છે. લખનઉની ઓળખ ફીકી છે. લખનઉ આવીને જો તમે અહીં કબાબ ન ખાધા તો તમારું આવવું નકામું છે. 

તમે ઘણીવાર લોકોને હૈદરાબાદી બિરયાનીના વખાણ કરતા સાંભળ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે લખનૌની બિરયાની પણ ઘણી ફેમસ છે. બિરયાની બનાવતા કેટલાક દુકાનદારો કહે છે કે અમારી લખનઉની બિરયાનીનો મસાલો બીજા બધા કરતા અલગ હોય છે. આ મસાલો ફક્ત લખનઉમાં જ મળે છે. એટલા માટે તમારે લખનઉની બિરયાની ટ્રાય કરવી જોઈએ.

છોલે ભટુરે એકમાત્ર એવી વાનગી છે જેનાથી દરેકના મોંમાં પાણી આવી જાય છે. છોલે ભટુરેનું નામ સાંભળીને એક મિનિટ માટે માણસ તેની ભારે ભૂખને પણ કંટ્રોલ કરી લે છે. કારણ કે લખનઉના છોલે ભટુરેની વાત જ અલગ છે.

ચાટ એટલી મસાલેદાર હોય છે કે તેને જોયા પછી ખાધા વગર રહી શકતી નથી. લખનઉની ચાટની ખાસ વાત એ છે કે જે વેટલોસ કરનાર લોકો પણ ચાટને ચાટીને ખાઇ જાય છે. ખાસ કરીને લખનઉના ગોમતી નગરની ચાટ ખૂબ પ્રખ્યાત છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link