Famous Tea Of India: ભારતમાં ખુબ પ્રખ્યાત છે આ 8 ચા, તમે કેટલી પીધી છે? જુઓ લિસ્ટ

Wed, 08 Mar 2023-7:15 pm,

Chai Diffrent State In India: ભારતના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ પ્રકારની પા પીવાનું ચલણ છે. તેમાંથી કેટલીક તો તમે પીધી હશે, પરંતુ કેટલીક ટ્રાય કરવાની બાકી રહી ગઈ છે. તો જાણો આ 8 પ્રકારની ચા વિશે અને ક્યારેક આ વિસ્તારમાં જવાનું થાય તો જરૂર ટ્રાય કરવી જોઈએ.

 

 

અસમની રોંગા ચાઃ આ અસમના ચાના બગીચામાં ઉગતી ખાસ ચા હોય છે. તે હલ્કા ભૂરા અને લાલ કલરની હોય છે. તેને લીલા પાંદડાથી બનાવવામાં આવે છે. 

 

 

બંગાળની લેબૂ ચાઃ આ ચાને દૂધ વગર ઘણા મસાલા મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેને ખાસ રીતે તૈયાર કર્યાં બાદ તેમાં લીંબુ નિચવવામાં આવે છે. 

 

 

હૈદરાબાદની ઈરાની ચાઃ આ 19મી સદીમાં ફારસિયોની સાથે ભારત આવી હતી. તેમાં ખોયા અને લીલી એલચીની સાથે ખાંડ મિક્સ કરવામાં આવે છે. 

 

 

કેરલની સુલેમાની ચાઃ આ માલાબાર વિસ્તારમાં ખુબ પ્રચલિત છે. તેમાં દૂધના સ્થાન પર લવીંગ, એલચી, ખાંડ, ફુદિનો, લીંબુ અને મસાલા નાખવામાં આવે છે. 

 

 

હિમાચલની કાંગડા ચાઃ ઉત્તર ભારતમાં ચાની રાજધાની કાંગડા 19મી સદીથી ગ્રીન અને બ્લેક ટી ઉગાડવામાં આવે છે. તેનો સ્વાદ હળવો તીખો હોય છે. 

 

 

બંગાળની દાર્જલિંગી ચાઃ દાર્જલિંગની ચા દેશમાં સૌથી ઊંચા સ્થાને ઉગનારી ચા છે. તેને દેશમાં ચાનું સેમ્પેન પણ કહેવામાં આવે છે. 

 

 

તમિલનાડુની નિલગિરી ચાઃ તેને નિલગિરીના પહાડોમાં ઉગાડવામાં આવે છે. તેમાં ફ્રૂટની સાથે મસાલાનો પણ સારો સ્વાદ આવે છે. 

 

 

કાશ્મીરની નૂન ચાઃ કાશ્મીરી ચા અન્ય રાજ્યોની ચા કરતા અલગ હોય છે. આ કાશ્મીરી ઘરોમાં સવારે અને રાતના સમયે પીવામાં આવે છે. 

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link