નવી સરકાર બનતા જ PM મોદીએ સૌથી પહેલાં કઈ ફાઈલ પર કરી સહી? જાણો કોને થશે મોટો લાભ

Tue, 11 Jun 2024-12:10 pm,

PM Kisan Samman Nidhi Yojana 17th Installment: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદના શપથ લીધા. વડા પ્રધાન તરીકે શપથ લીધાના લગભગ 16 કલાક પછી, તેમણે આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. પ્રધાનમંત્રીનું કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ નવી સરકારનો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્રધાનમંત્રી દ્વારા હસ્તાક્ષર કરાયેલી પ્રથમ ફાઇલ પીએમ કિસાન નિધિના રિલીઝ સાથે સંબંધિત છે. ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી બન્યા બાદ નવી સરકારની રચના પછી સૌથી પહેલાં PM મોદીએ ખેડૂતોના હિતમાં લીધો મોટો નિર્ણય. નવી સરકારની રચના થતાં જ પીએમ મોદી એક્શન મોડમાં જોવા મળ્યાં. સૌથી પહેલાં તેમણે PM કિસાન સન્માનનો 17મો હપ્તો જાહેર કર્યો.

ગઠબંધનની સરકાર છતાં મોદીના ચહેરા પર દેખાયો ખુબ આત્મવિશ્વાસઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં પોતાના નવા કેબિનેટ સાથે શપથ લીધા છે. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 છે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ 36 સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. મોદી કેબિનેટ 3.0માં આવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ મોદી સરકાર 2.0માં પણ મંત્રી હતા.

નવી સરકાર બનતા જ પીએમ મોદીએ સૌથી પહેલાં કઈ ફાઈલ પર કરી સહી? નવી સરકારની રચના થતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ પર એક મોટું અપડેટ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. PM મોદીએ PM કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો છે. આ હપ્તાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને ટૂંક સમયમાં 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવશે. આજે વડાપ્રધાન મોદીએ ત્રીજા કાર્યકાળનો ચાર્જ સંભાળ્યો છે. આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર તેમને હસ્તાક્ષર કર્યા છે. આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે. 

ખેડૂતોના હિતમાં મોદી સરકારે સૌથી પહેલાં લીધો મોટો નિર્ણય લીધો. PM મોદીએ PM કિસાન નિધિ સન્માન યોજનાના 17મા હપ્તાને લગતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત લગભગ 20 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનાથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે. 

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. તેથી, તે યોગ્ય હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ.

આ પહેલા પીએમ મોદીએ સોમવારે વડાપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યો હતો. મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે. પ્રથમ મોટા નિર્ણયમાં, મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બે કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, અન્ય એક મોટા નિર્ણય હેઠળ, આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ 50 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link