Pics : ખેતી માટે પાણીની માંગણી કરવા બોટાદના ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ
બોટાદની બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે. લગભગ 100 જેટલા ખેડૂતો વિરોધને પગલે કેનાલમાં ઉતર્યા હતા. તેમણે પાણી વગરની ખાલીખમ એવી કેનાલમાં બેસી તબલા વગાડી રામધૂન કરી હતી.
છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યાંય વરસાદ નથી. ક્યાંક છૂટોછવાયો વરસાદ પડે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વરસાદ ખેંચાતા વાવણી ફેલ જાય તેવી ભીતિ ખેડૂતોને લાગે છે. આવામાં બોટાદના ખેડૂતોએ કેનાલમાં પાણી આપવાની માંગ કરી હતી. તંત્રના બહેરા કાને તેમની સમસ્યા પહોંચે તે માટે તેમણે આ રીતે વિરોધ કરવાનુ નક્કી કર્યું હતું. આ વિરોધમાં રાણપુર તાલુકાના વાવડી, ખસ, હડમતાલ સહિતના ખેડૂતો જોડાયા હતા.