Chhattisgarh Farmers: હવે ખેડૂતોને મળશે બોનસ, રાજ્ય સરકારે કરી જાહેરાત, આ તારીખે ખાતામાં આવશે પૈસા

Wed, 06 Mar 2024-4:23 pm,

છત્તીસગઢના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેમણે કહ્યું છે કે વિષ્ણુ સરકારનો પાક્કો છે ઈરાદો. ખેડૂતોને આપેલું દરેક વચન નિભાવીશું. કૃષક ઉન્નતિ યોજનાથી ખેડૂત સમુદાય સમૃદ્ધ થશે. 

રાજ્યના ખેડૂતોને 12 માર્ચના રોજ રકમ આપવામાં આવશે. 917 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ધાનની અંતર રાશિ ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને MSP સહિત કુલ 3100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળશે. 

રાજ્ય સરકારની આ સ્કીમનો ફાયદો છત્તીસગઢના 24 લાખથી વધુ ખેડૂતોને થશે. ખેડૂતોના ખાતામાં 13000 કરોડ રૂપિયાની ડિફરન્સ અમાઉન્ટ પહોંચશે. 

રાજ્યમાં ભાજપ સરકારે વિધાનસભા ચૂંટણી દરમિયાન ખેડૂતોને બોનસ આપવાનું કહ્યું હતું. હાલ હવે સરકાર પોતાનું વચન પૂરું કરવા જઈ રહી છે. છત્તીસગઢ સરકારે આ વચનને પૂરું કરવા માટે ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં કૃષક ઉન્નતિ યોજના માટે અલગથી 10 હજાર કરોડ રૂપિયા અને ગત વર્ષના અનુપૂરક બજેટમાં 3 હજાર કરોડ રૂપિયાની રકમની જગવાઈ કરેલી છે.   

અત્રે જણાવવાનું કે આ વર્ષે ખરીફની સીઝનમાં 144.92 લાખ મેટ્રીક ટનના ટેકાના ભાવ પર ખરીદી થઈ છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. રાજ્ય સરકાર ખેડૂતોને આ ખરીદીના બદલે પૈસા ટ્રાન્સફર કરશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link