Farming: ખેતીનું આ અદભૂત દેશી model અપનાવો અને એક એકરમાં 10 લાખ રૂપિયાની કમાણી કરો
આકાશ જણાવે છે કે વર્ષ 2011માં તેમણે મલ્ટી લેયર ખેતી પર કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં એક-બે વર્ષ થોડી મુશ્કેલીઓ થઈ પરંતુ ધીરે ધીરે અનુભવની સાથે સાથે ઉત્પાદનમાં વધારો થવા લાગ્યો. આજે આકાશ એક જ ખેતરમાં ઓછામાં ઓછો 5 પાક એક સાથે લઈ શકે છે જેનાથી તેની આવકમાં અનેકગણો વધારો થયો. એટલું જ નહીં હવે 6 લેયર ખેતી પર રિસર્ચ કરવામાં લાગ્યા છે અને બહુ જલદી તેની શરૂઆત પણ કરશે.
આકાશ ખેતીની પોતાની આ અનોખી ટેક્નોલોજીને સાગરમાં જ નહીં પરંતુ દેશના અલગ અલગ ભાગમાં ખેડ઼ૂતો સુધી પહોંચાડી રહ્યા છે. છેલ્લા લગભગ 10 વર્ષમાં આકાશ ચૌરસિયાએ BHU, JNU કૃષિ વિદ્યાલય, ICAR જેવી દેશની અલગ અલગ યુનિવર્સિટીઓમાં લેક્ચર આપ્યા છે અને સન્માનિત પણ થયા છે. દેશના લગભગ 12 લાખ ખેડૂતો સુધી પહોંચ બનાવનારા આકાશને પીએમ નરેન્દ્ર મોદી પણ ગ્રામ મિત્ર નેશનલ એવોર્ડથી સન્માનિત કરી ચૂક્યા છે.
આકાશની 5 લેયર ખેતીની પદ્ધતિ પોલીહાઉસ જેવી જ છે પરંતુ સંપૂર્ણ રીતે દેશી અને સસ્તી. આકાશે 2011માં મેડિકલની તૈયારી છોડીને જ્યારે લોકોના સ્વાસ્થ્યના સંકલ્પ સાથે ખેતીમાં ડગ માંડ્યું તો તેની પાસે ઝાઝો અનુભવ ન હતો, જો કે તેમના માતા પિતા પત્તાના વારસાગત ખેતી કરતા હતા. ખેતી તેમના માટે અજૂબો જરાય નહતો પરંતુ તેને ફાયદાકારક અને સ્વાસ્થ્યગત કેવી રીતે બનાવવામાં આવે તે મોટો પડકાર હતો.
આકાશે પોતાની વારસાગત ખેતી છોડીને ટામેટાનો પાક લેવાનું નક્કી કર્યું ત્યારે પહેલા વર્ષે જ ટામેટાના 10-12 ફૂટનો છોડ જોઈને આસપાસના લોકો ચોંકી ગયા. પાક સારો થયો અને નફો પણ સારો એવો મળ્યો. આથી આકાશનો ઉત્સાહ વધ્યો અને તેણે અહીંથી જ મલ્ટીલેયર ફાર્મિંગ પર કામ શરૂ કર્યું. આકાશનું કહેવું છે કે તેમણે જ્યારે મેડિકલની તૈયારી અધવચ્ચે છોડી ત્યારે જ સંકલ્પ લીધો હતો કે લોકોને બીમારીથી બચાવવાના છે આથી તેમના માટે શુદ્ધ અને સ્વાસ્થ્યકારક ભોજન જરૂરી છે. ત્યારબાદ આકાશે સંપૂર્ણ રીતે દેશી ટેક્નોલોજી પર કામ શરૂ કર્યું.
પહેલા આકાશે થોડા પાકની યાદી બનાવી, જેમં જમીનની અંદર થનારો પાક, જમીનની ઉપર લેવાતો પત્તાવાળો પાક, અને કારેલા જેવા શાકભાજીની પસંદગી કરી. બીજા વર્ષે આકાશે ખેતી શરૂ કરી તો તેની પાસે ત્રણ પાક એક સાથે શરૂ કરવાનો વિકલ્પ હતો. જમીનની અંદર તેણે હળતરનો પાક લીધો, ઉપર પાલક જેવા પત્તાવાળો પાક જેના મૂળિયા બહુ અંદર ન હોય અને ત્યારબાદ કારેલાના બીજ નાખ્યા. કારેલા ઉપર ચડે છે તો તેનાથી નીચેના પાકને કોઈ નુકસાન થતું નથી.
આકાશ જણાવે છે કે આ વિધિથી ખેતરમાં નીંદણ પણ થતું નથી. જ્યાં સુધી હળદર તૈયાર થાય છે તેની પહેલા તો પત્તાવાળો પાક પૂરો થઈ ચૂક્યો હોય છે જેનાથી પાક ખરાબ થવાની શક્યતા રહેતી નથી. એક ખેતર, એક સિંચાઈ, એક મહેનતમાં આકાશને હવે ત્રણ પાક લેવાનો મહારથ મળી ચૂક્યો હતો. આથી ત્યારબાદ તેણે 4 લેયર ખેતી પર કામ શરૂ કર્યું.
આ માટે તેણે હવે પોલીસહાઉસના છાપરાની જરૂર હતી, પૈસા ઓછા હતા આથી આકાશે પોતાની આસપાસના સંસાધનોનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો. પહેલા જે વાંસને તેણે કારેલા ઉપર ચઢાવવા માટે ઉપયોગમાં લીધા તેને વાંલની ફર્લીના ઉપયોગથી એકબીજાના સપોર્ટમાં લઈ લીધા. ત્યારબાદ પાતળા તારના સહારે આખા ખેતરમાં વાસની ઉપર જાળું બનાવી નાખ્યું. હવે જાળીદાર છાપરું તૈયાર થઈ ગયું પરંતુ તેને વધુ ઢાંકવાની જરૂર હતી. આથી આકાશે તેના ઉપર હળવા સૂકા ઘાસફૂસ, નીંદણ જેવા સામાનનો ઉપયોગ કરીને આખું ખેતર ઢાંકી દીધુ.
આકાશ જણાવે છે કે તેનાથી ફાયદો એ થયો કે ઓછા ખર્ચે પોલીહાઉસ તૈયાર થઈ ગયું અને બીજું પાકને ગરમીમાં બિનજરૂરી તડકો અને ઠંડીમાં બચાવવામાં મદદ મળવા લાગી. જ્યારે વધુ ઠંડી પડે ત્યારે આકાશ ઘરમાં રાખેલી જૂની અને ફાટેલી સાડીઓને છાપરા પર અને સાઈડમાં બાંધી દે છે. જેનાથી પાકને નુકસાન થતું નથી.
ચોથો અને પાંચમો પાક તરીકે આકાશે પપૈયુ અને ખીરા કાકડીને પસંદ કર્યા. પપૈયું છાપરા પર જતું રહે છે અને ખીરા કાકડી કે પછી કાકડીને વાસની વચ્ચે તારના એક વધુ ઘેરો બનાવીને લટકાવી દેવાય છે. એટલે કે આકાશ જમીનની નીચે હળદર ઉગાડે છે, જમીન ઉપર પાંદડાવાળા શાક, વાંસના સહારે ટામેટા કે કારેલાને ઉપર ચઢાવે છે સાથે સાથે ખીરા આને પપૈયાની ખેતી પણ એક જ સમયે કરે છે.
ખાસ વાત એ છે કે મલ્ટી લેયર ક્રોપિંગની સાથે સાથે આકાશ જૈવિક ખેતીને પણ પ્રોત્સાહન આપે છે. આકાશ ખેતરમાં ખાતર અને બીજ બધુ દેશી વાપરે છે. અત્યાર સુધી આકાશે દેશી બીજનો ભંડાર તૈયાર કર્યો છે અને મલ્ટી લેયર ફાર્મિંગ માટે 100થી વધુ પાકનો સેટ પણ તૈયાર કર્યો છે. જેમાં અલગ અલગ મૌસમ અને જમીનનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
આકાશ ચૌરસિયાએ ભલે મેડિકલનો અભ્યાસ ન કર્યો હોય પરંતુ લોકોના જીવનને બચાવવાની મુહિમ ચાલુ રાખી છે. આકાશ દરરોજ ખેડૂતો માટે ટ્રેનિંગ કેમ્પ લગાવે છે. દેશના કોઈ પણ ભાગમાંથી ખેડૂતો ત્યાં જઈને ખેતરમાં ટ્રેનિંગ લઈ શકે છે અને તે પણ એકદમ મફત. આકાશનું એક જ સપનું છે કે ગ્રાહકો સુધી શુદ્ધ અને કીટનાશક વગરના પાક પહોંચાડવા. પોતાની આ મુહિમ હેઠળ આકાશ 200થી વધુ મોડેલ અલગ અલગ ક્ષેત્રોમાં તૈયાર કરી ચૂક્યા છે.