February Masik Rashifal: કરિયર, સ્વાસ્થ્ય અને પ્રેમની દ્રષ્ટિએ 12 રાશિઓ માટે ફેબ્રુઆરી મહિનો કેટલો શુભ ? જાણવા વાંચો માસિક રાશિફળ
)
આ મહિનામાં ઉત્સાહ ઓછો રહેશે અને સ્વાસ્થ્ય સમસ્યા વધારે રહેશે. ઓફિસમાં અધિકારીઓ કામથી ખુશ રહેશે. સામાજિક પ્રતિષ્ઠા પણ વધી શકે છે. પ્રેમ સંબંધની બાબતમાં આ મહિનો શુભ. ફેબ્રુઆરીના મધ્યથી સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.
)
આવકના વૈકલ્પિક સ્ત્રોત ઊભા થઈ શકે છે. વાદ વિવાદની પણ સંભાવના તેથી વાણી પર કાબુ રાખવો. દાંપત્ય જીવનમાં ગેરસમજના કારણે કલેશની સ્થિતિ સર્જાઈ શકે છે. ફેબ્રુઆરીના મધ્ય ભાગથી ઘરમાં શાંતિ રહેશે ભૌતિક સુખ સુવિધા અને સામાજિક સંબંધોનો આનંદ મળશે. આ રાશિના લોકોનું સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
)
મિથુન રાશિ માટે ફેબ્રુઆરી મહિનો શુભ રહેશે. વરિષ્ઠ અધિકારીઓ કામથી પ્રસન્ન રહેશે. આવકમાં વધારો થવાના સંકેત. પ્રમોશન પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની શરૂઆત કરવી. અંગત જીવનમાં રોમાન્સ અને ઉર્જા વધશે. પતિ પત્ની માટે સમય અનુકૂળ. આર્થિક સ્થિતિમાં સુધારો થવાના કારણે માનસિક શાંતિ મળશે.
ઘરની ભૌતિક સુખ-સંવિદાનો સામાન ખરીદી શકો છો. કાર્ય સ્થળ પર સહકર્મચારીઓ સાથે સમસ્યા થઈ શકે છે. કામનું પ્રેશર વધારે રહેવાથી કાર્ય સ્થળ પર તળાવ પૂર્ણ સ્થિતિ સર્જાઈ શકે છે. શેર માર્કેટમાં રોકાણથી સારું રિટર્ન મળી શકે છે. વૈવાહિક સંબંધની બાબતમાં સમય સારો. રોમેન્ટિક સંબંધો સુધરશે.
શત્રુઓથી છુટકારો મળશે. નાણાકીય બાબતોમાં ધ્યાન વધારે રહેશે. નાણાકીય સ્થિતિ સુધરી શકે છે. ભૌતિક સુવિધાનો આનંદ ઉઠાવી શકશો. વિદેશ યાત્રાની પણ સંભાવના. સંબંધીઓનો સહયોગ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત બનશે. યાત્રા થઈ શકે છે.
કન્યા રાશિના લોકોએ આ મહિનામાં વ્યવહાર પર ધ્યાન આપવું. કોઈપણ બાબતે જીદ્દી ન બનવું. વાણી પર નિયંત્રણ રાખવું. સમજી વિચારીને નિર્ણય લેવા. લગ્ન ઈચ્છુક લોકોને સારો પ્રસ્તાવ મળી શકે છે. આ મહિનો કન્યા રાશિ માટે અનુકૂળ. સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું.
તુલા રાશિના લોકોએ આ સમય દરમિયાન કોઈ પર વધારે વિશ્વાસ ન કરવો. શત્રુઓથી સાવધાન રહેવું. આર્થિક બાબતે સ્થિતિ મજબૂત કરવામાં સફળતા મળશે. જીવનસાથી સાથે સાથે વાતચીત સુધરશે. આ મહિનો આર્થિક લાભ અને આવકમાં વૃદ્ધિના સંકેત આપે છે. લગ્નજીવનમાં ખુશીઓ વધશે.
આ મહિનામાં ઇચ્છિત પરિણામ નહીં મળે. કાર્યસ્થળ પરથી પણ જવાબદારીઓ પરત લેવામાં આવી શકે છે. વેપારમાં નવું કામ શરૂ ન કરવું. નાણાકીય નિર્ણય સમજી વિચારીને લેવા. બિનજરૂરી ખર્ચા ટાળવા. પરિવારમાં સાનુકૂળ પરિસ્થિતિ રહી શકે છે. આ સમય દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે. યાત્રા દરમિયાન સાવધાની રાખવી.
ફેબ્રુઆરી મહિનામાં વ્યવસાયિક ક્ષેત્રે લોકપ્રિયતા વધશે. ઓફિસમાં કામની પ્રશંસા થશે. વેપારમાં નફો વધી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. કરજથી મુક્તિ મળવાની સંભાવના. નાણાકીય ઉતાર ચઢાવ પરેશાન કરી શકે છે. વૈવાહિક જીવનમાં શાંતિપૂર્ણ સમય રહેશે. મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.
મકર રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો સામાજિક સ્થિતિ અને પ્રતિષ્ઠા વધારનાર રહેશે. નાણાકીય લાભ થઈ શકે છે અને વિવિધ સ્ત્રોતથી આવક વધે તેવી પણ સંભાવના. રીયલ એસ્ટેટ કે શેરબજારમાં કામ કરતા લોકો માટે સમય સારો. જીવનસાથી સાથે અદભુત સકારાત્મક સંબંધનો અનુભવ થશે. અંગત જીવનમાં શાંતિ અને ખુશીઓ વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફેબ્રુઆરી મહિનો શુભ.
ફેબ્રુઆરી મહિનામાં ગુપ્ત શત્રુઓના કારણે અપમાનનો સામનો કરવો પડી શકે છે. ફેબ્રુઆરી મહિનામાં ધીરજથી અને બુદ્ધિપૂર્વક કાર્ય કરવું. ઉતાવળમાં નિર્ણય ન લેવો. જોખમભરી સ્થિતિથી બચીને રહેવું. બિનજરૂરી ખર્ચ ટાળવા. જીવનસાથી તરફથી પ્રેમ મળી શકે છે. પ્રેમ સંબંધ ગાઢ બનશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફેબ્રુઆરી મહિનો સારો.
પ્રતિસ્પર્ધીઓ સાથે વાદ-વિવાદ કે ઝઘડો થઈ શકે છે. વિવાદથી બચીને રહેવું. કાર્યસ્થળ પર માન સન્માન જાળવી રાખવું. અવિવાહિત લોકોને પ્રેમ સંબંધ કે લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. વૈવાહિક જીવન માટે સમય અનુકૂળ. મધ્ય ફેબ્રુઆરીથી આશ્ચર્યજનક લાભ મળવાની સંભાવના. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે.