હિરોઇનને પણ ટક્કર મારે તેવી યુવતી સાથે સગાઇ થતા યુવક ફુલાઇ ગયો પણ પછી યુવતીએ ચાલુ કર્યું કે...
ઉદય રંજન/અમદાવાદ : આજ દિન સુધી તમે યુવક કે યુવક ના પરિવાર તરફથી યુવતી પાસે દહેજ માંગ્યાના કિસ્સા અનેકવાર જોયા કે સાંભળ્યા હશે પણ આજે એક એવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી અને તેના પરિવારે યુવક અને તેના પરિવાર પાસેથી પૈસા માંગ્યા હોવાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતી અને તેના પરિવારે યુવક પાસે પૈસાની માંગણી કરી અને આ જ માંગણીથી કંટાળેલા યુવકનો આખરે જીવ ગયો છે.
અમદાવાદના નરોડા વિસ્તારની ઘટના યુવકે આત્મહત્યા કરી મોત વહાલું કર્યું હતું. મંગેતરે કેનેડા જવા માટે એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો કે યુવકે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. જેના પગલે મંગેતરે સગાઇ તોડી નાખી હતી. સગાઈ તુટી જતા યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરિવાર સૂતો હતો ત્યારે યુવકે આત્મહત્યા કરી લીધી હતી. માતા જ્યારે સવારે ઉઠ્યાને જોયું તો પુત્ર પંખા સાથે લટકી રહ્યો હતો.
અમદાવાદના નરોડા વિસ્તારના કૈલાશ રોયલ ફલેટના આઈ બ્લોકમાં 203 નંબરના ફલેટમાં રહેતો માખીજા પરિવાર હવે ન્યાયની માંગ કરી રહ્યો છે. પરિવારના 30 વર્ષીય પુત્ર લખન માખીજાએ ગત મોડી રાત્રે ઘરના હોલમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુખીસંપન્ન અને હસતા રમતા પરિવારનાં આશાસ્પદ યુવાને આત્મહત્યા કરી લીધી તેની પાછળનું કારણ એક યુવતી છે.
પોતાની મંગેતરના કારણે 30 વર્ષીય પુત્ર લખન માખીજાએ મધ્યરાત્રીએ જ મોતને પસંદ કર્યું હતું. ત્યારે મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાન મૃતકના જ સામેના એચ બ્લોકમાં રહેતી હતી. મૃતક લખનની સગાઇ આ જ યુવતી સાથે કરી હતી. આગામી ટુંક સમયમાં જ લગ્નનું આયોજન પણ ચાલી રહ્યું હતું. જો કે લગ્નની ઢોલ ઢબુકે તે પહેલા જ મોતના મરશીયા ગવાયા હતા. લખન માખીજાએ આત્મહત્યા કરી લીધી હતી. જો કે આત્મહત્યા કરવા પાછળ પરિવારના દાવા અનુસાર, જ્યારથી સગાઇ થઇ ત્યારથી જ મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાને અલગ અલગ માંગણીઓ શરુ કરી હતી. જેમાં પહેલા આઈફોનની માંગણી કરી હતી. તો મૃતક લખન એ આઇફોન લઈ આવ્યો હતો ત્યારે બાદ મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાનને લેહ-લદાખ ફરવા માટે જવું હતું તો એકે લાખ રોકડની માંગણી કરી હતી. આ માંગ પણ યુવકે સંતોષી હતી. જો કે દિવસેને દિવસે યુવતીની માંગણીઓ વધતી જ જતી હતી. વંદનાથે થોડા સમય બાદ ફરી એકવાર વાઈટ ગોલ્ડ સેટ અને ડાયમંડના સેટની માંગણી કરી હતી. જો કે માંગણીઓ વધતી જ ગઇ હતી અને આખરે એક સમય એવો આવ્યો જ્યારે આ પરિવાર યુવતીની માંગણીઓ સંતોષવા સમર્થ રહ્યો નહોતો. જેના કારણે બંન્ને વચ્ચે તથા તેમના પરિવારો વચ્ચે પણ અવાર નવાર ઘર્ષણ સર્જાતા હતા. જેના કારણે યુવક હંમેશા ટેન્શનમાં રહેતો હતો.
30 વર્ષીય પુત્ર લખન માખીજા આત્મહત્યા કર્યા બાદ પરિવારે પુત્ર લખનનો મોબાઇલ તપાસતા વોટ્સએપ ચેટ અને ઓડિયો રેકોર્ડિંગ મળી આવ્યા હતા. જેના પરથી સાબિત થઇ રહ્યું છે કે, મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાન વિદેશ જવા માટે પૈસાની માંગણી કરતી હતી. આટલા નાણા પહોંચી નહી વળવાનાં કારણે તે યુવાનને વારંવાર હડધૂત કરતી હતી. પરિવારનો આક્ષેપ છે કે, મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાનના ત્રાસથી જ તેમના પુત્રએ આત્મહત્યા કરી લીધી છે. બીજી તરફ નરોડા પોલીસે પરિવારની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે પણ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ ચાલુ કરી દીધી છે.