Eyes Care: બાળકને આવી ગયા છે ચશ્મા? તો રોજ ખવડાવો આ વસ્તુઓ, ઉતરી જશે આંખના નંબર
બાળકોની આંખ જો નાની ઉંમરમાં નબળી પડી જાય તો તેને નાનપણથી જ ચશ્મા પહેરવા પડે છે. આવી સ્થિતિ ન સર્જાય તે માટે બાળકને ગાજર ખવડાવવા જોઈએ. ગાજરમાં વિટામિન એ હોય છે જે આંખ માટે ફાયદાકારક છે. ગાજર ખાવાથી આંખની નબળાઈ દૂર થાય છે.
સંતરામાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે અને તેનું સેવન કરવાથી પણ આંખ સારી થાય છે. બાળકોના ચશ્માના નંબર ઉતારવા માટે સંતરા મદદરૂપ છે. સંતરા ખાવાથી ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે.
પપૈયું પણ આંખ માટે ફાયદાકારક છે સાથે જ તે પેટ સંબંધિત બીમારી પણ દૂર કરે છે. બાળકને તમે રોજ પપૈયું ખવડાવી શકો છો.
બીન્સ સહિતના લીલા શાકભાજી ખાવાથી પણ આંખને ફાયદો થાય છે. આવા શાકભાજીમાં ઝીંકની માત્રા સારી એવી હોય છે જે આંખને જરૂરી પોષણ પણ પૂરું પાડે છે.
બ્રોકલી ખાવાથી પણ બાળકોને ફાયદો થાય છે. બ્રોકલી પોષક તત્વથી ભરપૂર હોય છે. તેને ખાવાથી આંખ સહિત સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)