કોલેજમાં ભણતી યુવતીઓ માટે ગજબની ઓફર...`બાળક પૈદા કરો, મળશે 80 હજાર રૂપિયા`
રશિયાના કારેલિયામાં સ્થાનિક પ્રશાસને વિદ્યાર્થીનીઓને બાળકો પૈદા કરવા બદલ સારી એવા પૈસા આપવાની જાહેરાત કરી છે. અહીં 25 વર્ષથી ઓછી ઉંમરની કોલેજ યૂનિવર્સિટીઓની યુવતીઓ સ્વસ્થ બાળકોને જન્મ આપે તો તેમણે 100,000 રૂબલ (લગભગ 81,000 રૂપિયા) આપવામાં આવશે.
ધ મોસ્કો ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ નીતિ દેશના ઘટતા જન્મદરને સુધારવા માટે લાગૂ કરવામાં આવી છે. આ યોજના 1 જાન્યુઆરીથી લાગૂ થઈ ગઈ છે. જો બાળત મૃત પૈદા થાય છે તો યુવતીને યોજનામાં જણાવવામાં આવેલા રૂપિયા નહીં મળે.
જ્યારે જો બાળક જન્મ બાદ અચાનક મોતનો શિકાર થઈ જાય છે, તો ચૂકવણીની સ્થિતિ શું હશે. જો બાળક કોઈ દિવ્યાંગતાની સાથે જન્મ લે તો શું થશે? એવા ઘણા સવાલ છે જેણે લઈને હજું પણ અસમંજસ છે. રશિયામાં જન્મદર વધારવા માટે આ પ્રકારની બીજી ઘણી પણ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પરંતુ તેમાંના ઘણાને નિષ્ણાતો દ્વારા અપૂરતી અને દૂરદર્શિતાનો અભાવ ગણાવ્યો છે.
રશિયામાં ગત વર્ષે 2024ના પહેલા 6 મહિનામાં માત્ર 5,99,600 બાળકોનો જન્મ થયો, જે છેલ્લા 25 વર્ષોમાં સૌથી ઓછા છે. જૂન મહિનામાં તો જન્મદર ઐતિહાસિક રૂપથી 100,000થી પણ નીચે ઘટી ગયો હતો.
ફોર્ચ્યૂનના એક રિપોર્ટ અનુસાર, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે જુલાઈમાં જણાવ્યું હતું કે આ દેશના ભવિષ્ય માટે વિનાશકારી છે. તમને જણાવી દઈએ કે 1990માં રશિયાની જનસંખ્યામાં ઘટાડો શરૂ થયો છે. સ્થિતિ આવી જ રહી તો રશિયામાં જનસંખ્યામાં ઘટાડાને લઈને ગંભીર સંકટ પૈદા થઈ જશે.