આકાશ અને જમીન વચ્ચે ઝાડ પર થઇ બાઝ અને સાપ વચ્ચે લડાઇ અને પછી...
જંગલમાં રહેતા પશુ અને પક્ષીઓ વચ્ચે ઝઘડા થવા સામાન્ય બાબત છે. જેટલો સુંદર પશુ-પક્ષીઓનો ઝઘડો હોય છે, તેનાથી વધુ તે પળ સુંદર હોય છે જ્યારે આ લડાઇ કેમેરામાં કેદ થઇ જાય છે. મહારાષ્ટ્રના વિદર્ભ જિલ્લામાં આવા જ કેટલાક ફોટા એક ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કર્યા.
નાગપુરના પેંચ ટાઇગર રિઝર્વમાં એક ખતરનાક સાપ અને બાઝ વચ્ચે લડાઇ જોવી જ રહી. કહેવામાં આવી રહ્યું છે કે એક ઉડતું બાઝ આવ્યું અને જમીન પર જતા સાપને મોંઢામાં દબાવી લીધો.
ચાંચ વડે સાપને ઉપાડીને બાઝ ઝાડ પર જઇને બેસી ગયું. બાઝે સાપને ઝાડ પર મુક્યો ને તરત બંને વચ્ચે લડાઇ શરૂ થઇ ગઇ.
પોતાનો જીવ બચાવવા માટે સાપ સંઘર્ષ કરતો જોવા મળ્યો. ક્રેસ્ટેડ સર્પેટ ઇગલ વંશના બાઝ અને સ્ટ્રાઇપ્ડ કીલ ર્બંક વંશના સ્પાની લડાઇ જોવા જેવી હતી. બાઝ જેવું સાપને ખાવા માટે આગળ વધે છે, સાપ તેને ડંખ મારવાનો પ્રયત્ન કરે છે.
થોડીવાર બંને વચ્ચે થયેલી લડાઇ બાદ અંતે બાઝે આ જંગ જીતી અને સાપને ખાઇ ગયું.