FIGHTER MOVIE: રિતિકની આ ફિલ્મમાં કોને કેટલાં પૈસા મળ્યાં જાણીને ચકરાઈ જશે મગજ

Sun, 24 Dec 2023-3:34 pm,

હૃતિક રોશનઃ બોલિવૂડની બહુપ્રતિક્ષિત ફિલ્મ ફાઈટર જાન્યુઆરી 2024માં સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ફાઈટરમાં હૃતિક રોશન ફાઈટર પ્લેન ઉડાવતા અને ખૂબ જ એક્શન કરતા જોવા મળે છે. રિપોર્ટ્સનું માનીએ તો હૃતિક રોશને એરિયલ એક્શન ફિલ્મ ફાઈટર માટે લગભગ 50 કરોડ રૂપિયા ફી લીધા છે.

દીપિકા પાદુકોણઃ દીપિકા પાદુકોણ એરિયલ એક્શન ફિલ્મ ફાઈટરમાં પણ ઘણાં ફાઈટર પ્લેન ઉડાવતી જોવા મળે છે. ફિલ્મમાં એક્શનની સાથે દીપિકાની ગ્લેમરસ સ્ટાઈલ પણ જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા પાદુકોણ ફિલ્મ ફાઈટર માટે 15 કરોડ રૂપિયા ફી લઈ રહી છે.

અનિલ કપૂરઃ ફાઈટરમાં અનિલ કપૂર પણ ફાઈટર પાઈલટના રોલમાં જોવા મળે છે. રિપોર્ટ્સનું માનીએ તો અનિલ સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત ફિલ્મ માટે 7 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે.

કરણ સિંહ ગ્રોવરઃ કરણ સિંહ ગ્રોવર લાંબા સમય બાદ પડદા પર જોવા મળશે. અભિનેતા ફાઈટરમાં એક્શન કરતો જોવા મળશે. જો રિપોર્ટ્સનું માનીએ તો કરણ તેના રોલ માટે 2 કરોડ રૂપિયા ફી લે છે.

અક્ષય ઓબેરોયઃ એન્ટરટેઈનમેન્ટ રિપોર્ટ્સ અનુસાર, અક્ષય ઓબેરોય એરિયલ એક્શન ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ફી લે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link