કેન્સર જેવી બીમારી માટે રામબાણ ઇલાજ છે આ સુપરફૂડ, બીજા અઢળક છે ફાયદા

Wed, 21 Feb 2024-4:43 pm,

અંજીરમાં ભરપૂર માત્રામાં તાંબુ, સલ્ફર, ક્લોરિન વિટામિન એ, બી અને સી વગેરે પોષક તત્વો મળી આવે છે. જેના અનેક ફાયદા છે. આ ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અંજીરમાં ખનિજ અને વિટામિન ભરપૂર માત્રામાં મળી આવે છે. આ ફળનો ઉપયોગ ઘણા રોગોના ઉપચારમાં કરવામાં આવે છે. 

અંજીર ખનિજો, વિટામિન એ, બી1, બી2 અને સી, આહાર ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, જરૂરી એમીનો એસિડ સાથે-સાથે ફેનોલિક પદાર્થોનું એક ઉત્કૃટ સ્ત્રોત છે. અંજીર પાચન સંબંધિત રોગોમાં પણ ખૂબ ફાયદાકારક હોય છે. ગેસ,  IBS, ઉબકા, ફૂડ પોઇઝનિંગ, ગેસ, સોજો, જીઇઆરડી અને ઝાડા, ગેસ્ટ્રોઇંટેસ્ટિનલ ડિસઓર્ડરના સામાન્ય ઉદાહરણ છે. એવામાં અંજીર ખાવા ફાયદાકારક થઇ શકે છે. કારણ કે આ ડાયટ્રી ફાઇબરનો સારો સ્ત્રોત છે.   

કેન્સર એક ઘાતક બિમારી છે. તેમાં સારવાર સાથે ખાણીપીણી પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. અંજીરનું સેવન કેન્સરથી બચાવવામાં મદદરૂપ થાય છે. આ બ્રેસ્ટ કેન્સરના ખતરાને ઓછું કરવામાં સક્ષમ હોય છે. અંજીરનું સેવન હાર્ટ માટે ખૂબ સારું હોય છે. આ ઉચ્ચ ધનત્વવાળા લિપોપ્રોટીનમાં વધારો કરવાનું કામ કરે છે. 

અંજીરને ફર્ટિલિટીને વધારનાર ફ્રૂટ પણ ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે જો તમને યૌન સંબંધિત સમસ્યા હોય, તો તમારે દરરો રાત્રે દૂધમાં બે થી ત્રણ અંજીર નાખીને સેવન કરવું જોઇએ. તેનાથી આ સમસ્યા ઘણી હદ સુધી કંટ્રોલમાં થઇ જાય છે. 

અંજીરને મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે. આ દ્રષ્ટિએ હાડકાં માટે પણ ખૂબ ઉપયોગી છે. દરરોજ રાત્રે દૂધની સાથે લેવાથી સારા પરિણામ મળે છે.

બ્લડમાં શુગરની માત્રા ઓછી હોવી હાઇપોગ્લાઇસીમિયા કહેવાય છે. આ સમસ્યા મોટાભાગે ડાયાબિટીઝના દર્દીઓમાં તેની સારવારના કારણે થાય છે, જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમને આ સમસ્યા ના બરાબર હોય છે, એવામાં તમારું બ્લડ શુગર ઓછું રહે છે તો અંજીરનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે.

ભરપૂર માત્રામાં વિટામીન એ હોવાના કારણે અંજીરને આંખો માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તેનું સેવન રેટિનાના ખરાબ પ્રભાવને રોકવાનું કામ કરે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેમાં અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી. )

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link