Filhaal 2: આર્મી ઓફિસર...જે 44 વર્ષે બન્યા મોડલ-એક્ટર, અક્ષયકુમાર સાથે પણ કર્યું છે કામ

Tue, 06 Jul 2021-2:03 pm,

નીતિન મહેતાનો આર્મી ફેમિલીમાં જન્મ થયો. તેમના પિતા પણ આર્મી ઓફિસર હતા. નીતિન મહેતા કહે છે કે જે એકવાર ફૌજી થઈ જાય તે હંમેશા ફૌજી જ રહે છે. તેમનું કહેવું છે કે આર્મી પાસેથી જ તેમણે બધુ શીખ્યું છે. એક અકસ્માતમાં ઈજાના કારણે નીતિન મહેતાએ આર્મીમાંથી વોલેન્ટરી રિટાયરમેન્ટ લેવું પડ્યું હતું. તે અકસ્માત બાદ ભાગ્યને કઈ બીજુ જ મંજૂર હતું. ભાગ્યએ તેમને એવા વળાંક પર લાવીને ખડા કરી દીધા કે જેનો તેમને જરાય અંદાજો નહતો. 

કોઈએ નીતિનને એરપોર્ટ પર બિયર્ડ લુક સાથે સ્પોટ કર્યા. તે વ્યક્તિએ નીતિનને ફિલ્મમાં એક નાનકડો રોલ ઓફર કર્યો. તે રોલ નીતિને કોઈ કારણસર સ્વીકાર્યો નહીં પરંતુ આ બનાવે તેમની સોચ જરૂર બદલી નાખી. ત્યારબાદ નીતિને વિચાર્યું કે તેમણે મોડલિંગના ફિલ્ડમાં ટ્રાય કરવો જોઈએ. પરંતુ મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે કામ થાય છે તેનો નીતિનને જરાય અંદાજો નહતો. નીતિન આર્મીમાં હતા એટલે ફિલ્મો અને ફેશનની દુનિયાથી ખુબ દુર હતા. 

નીતિન મહેતાના મોડલિંગ કરિયરની શરૂઆતમાં જ સૌથી મોટી અડચણ તેમના પિતા હતા. કારણ કે નીતિનના પિતા અલગ વિચારના હતા. તેઓ નહતા ઈચ્છતા કે નીતિન મોડલિંગ કરે. આવામાં જે દિવસે તેઓ પોતાના પોર્ટફોલિયો શૂટ માટે જઈ રહ્યા હતા ત્યારે તેમના પિતાએ કહ્યું કે તેમને એવું લાગે છે કે નીતિન પોતાના પૈસા બરબાદ કરે છે. 

નીતિનના પિતાએ કહ્યું કે આ ઉમરમાં મોડલિંગ કરિયરની શરૂઆતમા થોડી મુશ્કેલીઓ પડશે. ઉમરને તેમના પિતાએ એક મોટું ફેક્ટર ગણ્યું હતું. પરંતુ કહે છે ને કે મન હોય તો માળવે જવાય. નીતિને પિતાને કહ્યું કે એકવાર કોશિશ કરવા દો. જેના કારણે પિતાને આઘાત પણ લાગ્યો હતો.   

નીતિન મહેતાનું માનવું હતું કે વધુમાં વધુ શું થશે. પોર્ટફોલિયો શૂટમાં થોડા પૈસા જશે. નીતિને અલગ દિશામાં ઉડાણ ભરવાનું વિચારી લીધુ હતું. આખરે તેમનો નિર્ણય સાચો ઠર્યો. ધીરે ધીરે તેમને કામ મળવા લાગ્યું. ત્યારબાદ મુંબઈમાં લેકમે ફેશન વીક માટે તેમનો સંપર્ક કરાયો અને તેમણે રેમ્પ પર ધમાલ મચાવી દીધી. 

નીતિને 44 વર્ષની ઉંમરે મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો. આ તેમના માટે એક નવો અનુભવ હતો. જ્યારે તેમણે કરિયરની શરૂઆત કરી તો તેમનું વજન 85 કિલો હતું. તેમણે રેગ્યુલર વર્કઆઉટ કર્યું. તે ઉંમરે તેમના માટે બોડીને ફિટ રાખવું મુશ્કેલ હતું. પરંતુ નીતિને દરરોજ જીમમાં 2 કલાક પરસેવો પાડ્યો. 

નીતિનનું કહેવું હતું કે તેમણે યંગ મોડલ્સ પાસેથી ઘણું શીખ્યું. રેમ્પ પર વોક કરવાને લઈને પોતાને સ્ટાઈલમાં કેવી રીતે રાખવી તે બધુ યુવાઓએ શીખવાડ્યું. તેમણે પોતાની ઉંમરના કારણે શરમ ન અનુભવી અને ન તો ઉમરને લર્નિંગ ફેઝમાં બાધા બનવા દીધી. દરેક વ્યક્તિ પાસેથી નવું નવું શીખવા લાગ્યા હતા. અનેકવાર રિજેક્શનનો સામનો પણ કર્યો. કારણ કે ઉંમર ક્યાંકને ક્યાંક તો અસર પાડે જ. પરંતુ તેઓ તેનાથી વધુ પ્રભાવિત ન થયા.

હવે તેઓ ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોમાં કામ કરતા જોવા મળે છે. નીતિન મહેતાએ અક્ષયકુમારની સાથે ફિલહાલ અને ફિલહાલ 2 મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું. તેઓ અક્ષયકુમારના લવ ઈન્ટરેસ્ટના પિતા તરીકે જોવા મળ્યા હતા. આ ઉપરાંત નીતિને દીપિકા પાદુકોણ સાથે પણ કામ કર્યું છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link