1 April Rules Change: આજથી થઈ રહ્યા છે આ 5 મસમોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર

Mon, 01 Apr 2024-9:15 am,

31 માર્ચ ફાસ્ટેગ કેવાયસીની છેલ્લી તારીખ હતી. જો તમે હજુ સુધી ફાસ્ટેગ કેવાયસી ન કરાવ્યું હોય તો આજથી કેવાયસી કરાવ્યા વગરના ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે. 

ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સતત 3 મહિનાથી વધી રહેલા ભાવ પર આજે બ્રેક લાગી છે. 1 એપ્રિલ 2024ના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં 30.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટાડો જોવા મળ્યો છે. જો કે આ કાપ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ પર થયો છે. આ અગાઉ માર્ચમાં 25.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો ઝીંકાયો હતો. જ્યારે ફેબ્રુઆરીમાં પણ 14 રૂપિયા અને જાન્યુઆરીમાં 1.50 રૂપિયા ભાવ વધ્યા હતા. 

નવા નાણાકીય વર્ષમાં ન્યૂ ટેક્સ રિજીમ ડિફોલ્ટ ટેક્સ રિજીમ બની જશળે. જો કોઈ વ્યક્તિએ ટેક્સ રિજીમની પસંદગી ન કરી હોય તો પણ તેનું આઈટીઆર નવા ટે્સ રિજીમ પ્રમાણે જ ભરાશે. 

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં પણ નવા નાણાકીય વર્ષમાં મોટા ફેરફાર થયા છે. આ નિયમ હેઠળ ઈપીએફ એકાઉન્ટ હોલ્ડર જેવી પોતાની નોકરી ચેન્જ કરશે કે તે સાથે જ તેનું જૂનું પીએફ બેલેન્સ નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. તેનો ફાયદો એ થશે કે હવે નોકરી બાદ તમારે તમારા જૂના પીએફ બેલેન્સને નવા ખાતામાં ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે. ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે.   

આજથી ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ICICI બેંક એવા ગ્રાહકોને કોમ્પ્લીમેન્ટ્રી એરપોર્ટ લાઉન્જ એક્સેસ આપશે જે એક ત્રિમાસિકમાં પોતાના ક્રિકેટ કાર્ડથી 35000 રૂપિયા ખર્ચ કરશે. યસ બેંકાં એક ત્રિમાસિકમાં માત્ર 10000 રૂપિયા ખર્ચ કરવા પર ફ્રીમાં ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જની એક્સેસ મળશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link