આ દેશે પોતાના 101માં સ્વતંત્રતા દિન પર નાગરિકોને ગિફ્ટ કરી અજાયબી જેવી ‘લાઈબ્રેરી’

Mon, 03 Dec 2018-3:25 pm,

આ દેશનું નામ છે ફીનલેન્ડ. 5 ડિસેમ્બરે આવનારા પોતાના 101માં સ્વતંત્રતા દિવસ પર ફીનલેન્ડ પોતાના નાગરિકોને એક એવી પબ્લિક લાઈબ્રેરી ગિફ્ટ કરવાનું છે, જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહિ થાય. ફીનલેન્ડના હેલસિંકીમાં ઓડ નામની લાઈબ્રેરી 5 ડિસેમ્બરે ખુલ્લી મૂકાવાની છે. લાઈબ્રેરીની દુનિયામાં આ લાઈબ્રેરી એક અજાયબ કહી શકાય તેવો નમૂનો બની રહેશે. આવો જાણીએ તેની વિશેષતા, જેને ફીનલેન્ડ દ્વારા ઓડ (Oodi) નામ આપવામાં આવ્યું છે. (ફોટો સાભાર www.oodihelsinki.fi વેબસાઈટ) 

16000 સ્કેવર મીટર વિસ્તાર અને 90 મીટર લાંબી આ ઈમારતની બિલ્ડીંગ જોઈને તમને માનવામા નહિ આવે કે હકીકતમા આ કોઈ લાઈબ્રેરી છે. તેનુ સ્ટ્રક્ટર અને ડિઝાઈન આર્કિટેક્ચરનો બેનમૂન નમૂનો છે. 5 ડિસેમ્બરે આ લાઈબ્રેરીના દરવાજા ફીનલેન્ડના લોકો માટે ખૂલી જશે. આ એક એવી પબ્લિક લાઈબ્રેરી હશે, જ્યાં રીડર્સ ગમે તે કરી શકશે. 'ઓડ' નામની આ લાયબ્રેરીમાં 1 લાખ જેટલા પુસ્તકો છે. (ફોટો સાભાર www.oodihelsinki.fi વેબસાઈટ) 

લાઈબ્રેરીની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે ઝીરો-એનર્જી બિલ્ડિંગ છે, મતલબ અહીં જેટલી વીજળી વપરાય છે તેટલી જ વીજળી રિન્યુ થાય છે. 98 મિલીયન યુરોના ખર્ચે બનેલી આ લાયબ્રેરી ત્રણ ફ્લોરની છે. ટોપ ફ્લોર પર પુસ્તકો છે અને કાચ પાછળથી પૂરું શહેર દેખાય છે. અહી અન્ય ફ્લોર પર સાઉન્ડપ્રૂફ સ્ટુડીયો છે, ૩-ડી પ્રિન્ટીંગ ફેસિલિટી છે. સિનેમા હોલ અને બાલ્કનીમાં રેસ્ટોરન્ટ અને કોફી હાઉસ છે. (ફોટો સાભાર www.oodihelsinki.fi વેબસાઈટ) 

ઓડ લાઈબ્રેરીને આર્કિટેક્ચર ઓફિસ ALA દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. ઓડ એ ફીનલેન્ડના લોકો માટે કલ્ચરલ અને મીડિયા હબ પણ બની જશે. (ફોટો સાભાર www.oodihelsinki.fi વેબસાઈટ) 

ફિનલેન્ડ દુનિયાનો એક માત્ર એવો દેશ છે જ્યાં લાઇબ્રેરી એક્ટ છે, જે અંતર્ગત લાઇબ્રેરીઓનો ઉપયોગ વિનામૂલ્યે કરવા દેવાનો અને દરેક લાઇબ્રેરીમાં વસ્તી પ્રમાણે નિશ્ચિત ક્વોલિફાય સ્ટાફ રાખવાનો કાયદો છે. 5 ડિસેમ્બરે રશિયાથી આઝાદ થવાના 100 વર્ષ નિમિતે સાંજે આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને 6 ડિસેમ્બરે દેશભરમાં સેલિબ્રેશન થશે. (ફોટો સાભાર www.oodihelsinki.fi વેબસાઈટ) 

તમને જણાવી દઈએ કે, ફીનલેન્ડ એક એવો દેશ છે, જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા સૌથી શુદ્ધ હવાવાળો દેશ બતાવાયો છે. એટલે કે પૃથ્વી પર તેનાથી વધુ સ્વચ્છ હવાવાળો કોઈ દેશ નથી. WHOના જણાવ્યા અનુસાર, અહીં પ્રતિ ક્યુબિક મીટરમાં લગભગ 6 માઈક્રોગ્રામ્સ બારીક કણ મળી  આવે છે, જે દુનિયાભરમા નોંધાયેલ પ્રદૂષણના કણોમાં સૌથી ઓછા છે. ફીનલેન્ડમાં સૌથી શુદ્ધ સ્થળ મુઓનિયો છે, જ્યાં 2.5 પીએમ એટલે કે માત્ર 2 માઈક્રોગ્રામ્સ કણ મળી  આવે છે. (ફોટો સાભાર www.oodihelsinki.fi વેબસાઈટ) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link