વલસાડમાં ટ્રેનમાં આગ લાગવાની ઘટનાથી અફડાતફડી! દોઢ કલાકની ભારે જહેમદ બાદ આગ કાબુમાં
આજે બપોરે વલસાડ રેલવે સ્ટેશન પર એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. જોકે, કોઇ જાનહાનિના સમાચાર નથી મળ્યા. આ ટ્રેનમાં આગ કઇ રીતે લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. પરંતુ આ ઘટનાથી સ્ટેશન પર હડકંપ મચી ગયો હતો. શ્રીગંગાનગરથી તિરુચિરાપલ્લી જતી હમસફર એક્સપ્રેસ ટ્રેન વલસાડ રેલ્વે સ્ટેશન નજીક આવેલા છીપવાડ અંદરપાસ પાસે એક્સપ્રેસ ટ્રેનના એન્જિનના બાજુમાં આવેલા જનરેટર ના ડબ્બામાં અચાનક આગ લાગી નીકળી હતી. આગ લાગતા ટ્રેનમાં દોડધામ મચી જવા પામી હતી.
ટ્રેનમાં આગ લાગતા તાત્કાલિક ટ્રેનને વલસાડના છીપવાડ અંદરપાસ પાસે અટકાવી દેવામાં આવી હતી. ટ્રેનમાં જોતા ની સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ બાજુના બી વન ડબ્બામાં પણ ફેલાઈ હતી. આગની ઘટનાની જાણ રેલવેના અધિકારીઓ તથા ફાયર ની ટીમને થતા તાત્કાલિક સ્થળ પર પહોચ્યા હતા.
બી વન ડબ્બામાં આગ લાગતા મુસાફરો દ્વારા સમય સૂચકતા વાપરી ડબ્બો ખાલી કરી લેવામાં આવ્યો હતો, સાથે રેલવેના અધિકારીઓ સ્થળ પર આવતા ની સાથે જ ટ્રેનના બે જેટલા ડબ્બાઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. જેથી આગ અન્ય ડબ્બાઓમાં ન ફેલાઈ તેના પગલાઓ લેવામાં આવ્યા હતા. સાથે રેલવેના અધિકારીઓ દ્વારા ફાયર એક્ટીશન વાપરી આગ પર કાબુ લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
વલસાડ નગર પાલિકા અતુલ સહિત કુલ ચાર જેટલી ફાયરની ટીમો સ્થળ પર પોહચી આગ પર કાબુ લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. 2 કલાકની ભારે જેહમદ બાદ ફાયર ની ટીમ દ્રારા આગ પર કાબુ મેળવ્યો હતો. રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ આગ લાગવાની જાણ થતાની સાથે તાત્કાલિક સ્થળ ઉપર આવ્યા હતા.
આ ઘટનાની ગંભીરતાને જોતા રેલવે ટ્રેક પર રેલવેના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને ફાયર એક્સત્રિમેશન દ્વારા આગને ઓલાવવાનો શરૂ કરાયો હતો. આગ લાગવાના કારણે મુંબઈ અમદાવાદ અને અમદાવાદ મુંબઈ ટ્રેન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. તો ટ્રેનમાં આગ લાગવાના કારણે ટ્રેનમાં જતા મુસાફરો અટવાયા હતા. ટ્રેનમાં સવાર મુસાફરોને વલસાડ રેલવે સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યા છે અને અન્ય તેની વ્યવસ્થા રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી તો ટ્રેમાં સવાર મુસાફરોનો સામન આગની ચપેટમાં આવતા સામન બળીને ખાંક થઈ ગયો હતો