First Cars Of Famous Indians: સચિન તેંડુલકરથી લઈને આલિયા ભટ્ટ સુધી, જુઓ 10 જાણીતા ભારતીયોની પ્રથમ કાર
સચિન તેંડુલકરનું ગેરેજ પોર્શ અને બીએમડબ્લ્યૂ જેવી ઘણી મોંઘી કારોથી ભરેલું છે. પરંતુ માસ્ટર બ્લાસ્ટરે પોતાના કારની શરૂઆત મારૂતિ 800ની સાથે કરી હતી.
જાણીતા બોલીવુડ ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીની પાસે પણ ઘણી શાનદાર કાર છે. પરંતુ અલીએ પોતાની કાર યાત્રાની શરૂઆત SS80 ની સાથે કરી હતી.
કાજોલની પાસે હાલ BMW X7 છે. તેને પોતાના પરિવારની સાથે આ એસયૂવીમાં જોઈ શકાય છે. પરંતુ તેણે પહેલી કાર મારૂતિ 1000 લીધી હતી, જે ભારતમાં કંપનીની પહેલી સેડાન હતી.
સારા અલી ખાનને સામાન્ય રીતે સફેદ કલરની Honda CR-V ફરતી જોવામાં આવી છે. પરંતુ હાલના દિવસોમાં તે ઓલ-ન્યૂ જીપ કંપાસની સાથે સફર કરતી જોવા મળે છે.
દીપિકા પાદુકોણની પાસે મર્સિડીઝ મેબેક સહિત ઘણી કારી છે. પરંતુ તેણે પોતાની કારની યાત્રા ઓડી ક્યૂ7 સાથે શરૂ કરી હતી, જેને 2011માં ખરીદી હતી, તેની પાસે અનેક મોંઘી કાર છે.
શ્રદ્ધા કપૂરની પહેલી કાર મર્સિડીઝ-બેંઝ એમએલ-ક્લાસ હતી.
આલિયા ભટ્ટની પહેલી કાર ઓડી ક્યૂ7 હતી.
કંગના રનૌતની પ્રથમ કાર BMW 7- સિરીઝ હતી.
પ્રિયંકા ચોપડાની પહેલી કાર મર્સિડીઝ બેંજ એસ-ક્લાસ હતી.
કેટરીનાની પહેલી કાર ઓડી ક્યૂ7 હતી.