Chandra Grahan 2021: મે મહિનામાં આ દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો ક્યાં જોવા મળશે અને તેની શું અસર થશે?
હિંદુ પંચાંગ અને જ્યોતિષની ગણતરી પ્રમાણે વર્ષ 2021નું પહેલુ ચંદ્ર ગ્રહણ 26 મે બુધવારે વૈશાખી પૂનમના દિવસે છે. આ ચંદ્ર ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. ચંદ્ર ગ્રહણ 26 મેએ ભારતીય સમય પ્રમાણે દિવસમાં 2 કલાક 17 મિનિટે શરૂ થશે અને સાંજે 7 કલાક 19 મિનિટ સુધી રહેશે.
ભારતના સમય પ્રમાણે આ ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse 2021) દિવસના સમયે શરૂ થશે. આથી તે ભારતમાં જોવા નહીં મળે. આ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ ભારતમાં જોવા નહીં મળે. આથી તેનો સૂતક કાળ પણ માન્ય નહીં ગણાય. સૂતક માન્ય ન હોવાના કારણે મંદિરના કપાટ પણ બંધ નહીં થાય અને શુભ કાર્યો પણ બંધ નહીં રહે.
26 મેએ થનારું ચંદ્ર ગ્રહણ જાપાન, સિંગાપુર, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, બર્મા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ફિલિપીન્સ, પ્રશાંત અને હિંદ મહાસાગર, ઓસ્ટ્રેલિયા અને ઉત્તરી યૂરોપના કેટલાંક વિસ્તારમાં જોવા મળશે. પરંતુ ભારતમાં આ ગ્રહણ ઉપછાયાની જેમ દેખાશે.
હિંદુ પંચાંગનું માનીએ તો વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ જે 26 મેએ છે. તે વૃશ્વિક રાશિમાં શરૂ થશે. આ કારણથી આ ગ્રહણનો સૌથી વધારે પ્રભાવ આ રાશિના લોકો પર પડશે. વૃશ્વિક રાશિના લોકોને આ ગ્રહણ દરમિયાન વિશેષ સાવધાની રાખવી પડશે.
(નોટ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)