કોરોનાકાળમાં યોજાયેલી પેટાચૂંટણીમાં દ્રશ્યો બદલાયા, મતદારોના એક હાથમા ગ્લોવ્ઝ અને બીજા હાથમાં ચૂંટણીનું નિશાન

Tue, 03 Nov 2020-9:30 am,

કોરોના સંક્રમણ વચ્ચે યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન

ધારી વિધાનસભા પેટા ચૂંટણીના મતદાનને આખરી ઓપ અપાયો હતો. પહેલીવાર બૂથ પર ચૂંટણી અધિકારીઓ અને પોલીસ સ્ટાફની સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ મૂકવામાં આવ્યા છે. ચૂંટણીની કામગીરીમાં કોરોના મહામારીનો ધ્યાને લઈને સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર, માસ્ક, ગ્લોઝ અને પ્રાથમિક દવાઓ સહિત ચૂંટણી પંચની તૈયારી કરાઈ હતી. 

ચૂંટણીમાં પહેલીવાર માસ્ક, થર્મલ ગન, ગ્લોવ્ઝ, સેનેટાઈઝર વગેરેનો ઉપયોગ જોવા મળ્યો. તો મતદારો પણ એકબીજાથી દૂર  ઉભેલા જોવા મળ્યા. આમ, કોરોનામાં પેટાચૂંટણીમાં કંઈક અલગ માહોલ જોવા મળ્યો. 

તમામ મતદારોનું આરોગ્ય વિભાગ દ્વારા તાપમાન ચેક કર્યા બાદ મતદાન મથકમાં પ્રવેશ અપાયો છે. તમામ મતદારને જમણા હાથમાં યુઝ એન્ડ થ્રો ગ્લોઝ આપવામાં આવી રહ્યા છે. અને ડાબા હાથ પર મત કર્યાનુ નિશાન કરવામાં આવી રહ્યું છે. આવુ કોરોનાકાળમાં પહેલીવાર થઈ રહ્યું છે. 

મતદાન સમયે જો કોઇ મતદાર નું તાપમાન વધારે હશે તો તેને ટોકન આપી સાંજે પાંચ થી છ વાગ્યા દરમિયાન મત માટે બોલાવવાનાં આવશે. તેમજ જો કોઇ મતદાર કોરોનાગ્રસ્ત હશે તો તેને પીપીઇ કીટ સાથે મતદાન કરવાનો મોકો આપવામાં આવશે. 

કોરોના આવ્યા બાદ ગુજરાતની આ પ્રથમ ચૂંટણી છે. આવામાં સંક્રણણ ન ફેલાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. કોવિડના કારણે એક મતદાન મથકમાં 1500 ની જગ્યાએ 1 હજાર મતદારો મતદાન કરશે. કોવિડના કારણે 3400 થર્મલ ગન, 41 હજાર N95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર હેન્ડ રબર ગ્લોવસ તથા મતદારો માટે 21 લાખ પોલિથીન ગ્લોવ્ઝની ખરીદી કરવામાં આવી છે. તો માસ્ક વગરના મતદારો માટે 3 લાખ માસ્ક પોલિંગ સ્ટાફને અપાશે. કોવિડ 19 પોઝિટિવ અને શંકાસ્પદ મતદારો માટે 8 હજાર PPE કીટ ઉપલબ્ધ થશે. કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થર્મલ ગન, એન 95 માસ્ક 41 હજાર અને 85 હજાર સાદા માસ્ક રાખવામાં આવ્યા છે. 3026 મતદાન કેન્દ્રનું આજે સાંજે 5 વાગ્યા સુધી સેનિટાઈઝ કરવામાં આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link