BAPS: મુસ્લિમ દેશ યૂએઇમાં ખુલશે પ્રથમ હિંદુ મંદિર, સામે આવી તારીખ

Thu, 20 Jul 2023-7:16 pm,

2015માં પીએમ નરેન્દ્ર મોદીની યુએઈની મુલાકાત દરમિયાન સરકારે મંદિર બનાવવા માટે જમીન આપી હતી. ખાસ વાત એ છે કે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ અલ નાહ્યાને આ જમીન ભેટમાં આપી હતી. (સૌજન્ય- baps hindu temple)

મંદિર પ્રશાસનનું કહેવું છે કે 18 ફેબ્રુઆરી, 2024થી મંદિરને સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. 14 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર તમામ કાર્યક્રમોમાં મર્યાદિત સંખ્યામાં લોકોને નોંધણી દ્વારા તક મળશે. (સૌજન્ય- baps hindu temple)

હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે મંદિરના ઉદ્ઘાટનમાં કોણ સામેલ થશે અને તેમાં સામેલ થવાની પ્રક્રિયા શું છે, મંદિર પ્રશાસનનું કહેવું છે કે ઓછી સંખ્યામાં લોકો સામેલ થશે અને તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. (સૌજન્ય- baps hindu temple)

જો મંદિરના પરિસરની વાત કરીએ તો તે લગભગ 27 એકરમાં ફેલાયેલું છે. મંદિરમાં ભારતીય આદર્શો અને સ્થાપત્યને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. UAEના અબુ મરીખામાં મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. (સૌજન્ય- baps hindu temple)

ભારતની બહાર UAEમાં બહુ જલ્દી હિન્દુ મંદિર ખુલવા જઈ રહ્યું છે. મંદિર બનાવવાની દિશામાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. BAPSના અધિકારીઓનું કહેવું છે કે 14 ફેબ્રુઆરી, 2024થી ભક્તો દર્શન કરી શકશે.  (સૌજન્ય- baps hindu temple)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link