PHOTOS: મુંબઈથી અમદાવાદ દોડનારી Bullet Train નો જુઓ First Look
ભારતમાં જાપાનના દૂતાવાસે E5 Seires Sinkansen ની તસવીરો બહાર પાડી છે. જેને મોડિફાય કર્યા બાદ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ પર બુલેટ ટ્રેન તરીકે દોડાવવામાં આવશે.
બુલેટ ટ્રેન લગભગ 350 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડે તેવી આશા છે. તેની સરખામણીમાં હાલ દોડતી ટ્રેનોને અંતર કાપવામાં 7 કલાક લાગે છે.
એક જાણકારી મુજબ મુંબઈ-અમદાવાદ વચ્ચે 505 કિમી હાઈસ્પીડ રેલવે કોરિડોર પર લગભગ 98000 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું ભાડું લગભગ 3000 રૂપિયા હશે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ બુલેટ ટ્રેન સવારે છ વાગ્યાથી મોડી રાતે 12 વાગ્યા સુધીમાં 70 ફેરા (દરેક બાજુથી 35 ફેરા) મારશે.
પીએમ મોદી અને તે સમયના જાપાનના પીએમ શિંજો આબેએ 14 સપ્ટેમ્બર 2017ના રોજ આ મહત્વના પ્રોજેક્ટનો પાયો 1.08 લાખ કરોડ (17 અબજ ડોલર) રૂપિયામાં રાખ્યો હતો.