Health Tips: છાતીમાં થતી બળતરાને દૂર કરે છે આ પાંચ ફુડ, ખાવાથી 10 મિનિટમાં બળતરા થશે શાંત
જો તમને એવું લાગે કે છાતીમાં બળતરા થાય છે તો દહીં ખાઈ લેવું. દહીં પેટને સાફ રાખે છે અને બળતરા ને પણ મટાડે છે.
કેળા ખાવાથી પણ છાતીમાં થતી બળતરા મટે છે. જ્યારે પણ છાતીમાં બળતરા થાય તો કેળું ખાઈ લેવું જોઈએ તેનાથી પાચનતંત્ર મજબૂત બને છે અને અપચો મટે છે.
મસાલેદાર ભોજન કરવાથી જો છાતીમાં બળતરા થતી હોય તો છાશ પીવાનું રાખો. છાશમાં લેક્ટિક એસિડ હોય છે જે છાતીમાં થતી બળતરા ને નોર્મલ કરીને સ્વાસ્થ્ય સુધારે છે.
છાતીમાં થતી બળતરા ને દૂર કરવા માટે ઠંડુ દૂધ પણ ઉપયોગી છે. જો તમને છાતીમાં બળતરા થતી હોય તો એક ગ્લાસ ઠંડુ દૂધ પી લેવાથી બળતરા તુરંત શાંત થશે.
છાતીમાં થતી બળતરા થી કાયમી મુક્તિ જોતી હોય તો લીલા શાકભાજી નું સેવન કરવાનું રાખો. લીલા શાકભાજી ખાવાથી છાતીમાં થતી બળતરા મટી જાય છે.