આ છે ભારતના 5 સૌથી સુંદર ગામડાઓ, થોડો સમય અહીં પણ વિતાવો
શિલ્લોંગથી લગભગ 90 કિમી દૂર આવેલું માવલિનોંગ એક નાનું અને સુંદર ગામ છે. આ ગામ પર્વતો પર વસેલું છે અને અહીંથી ધોધ સ્પષ્ટ દેખાય છે. આ ગામને એશિયાના સૌથી સ્વચ્છ ગામનો દરજ્જો છે. અહીં જે પણ પર્યટક આવે છે, તેની સુંદરતા દિવાના બને છે.
દાર્જિલિંગનું એક નાનકડું ગામ છે મિરિક. તેનું નામ જેટલું સુંદર છે, તેનાથી વધારે સુંદર અહીંની વાદીઓ છે. આ ગામ સમુદ્ર સપાટીથી 4905 ફુટની ઉંચાઇએ વસેલું છે. આ ગામમાં એક તળાવ પણ છે, જેને મિરિક તળાવ તરીકે ઓળખવામાં આવે છે. આ તળાવ ગામની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે.
કોહિમાથી 20 કિલોમીટર દૂર સ્થિત છે ખોનોમા. આ ગામ લીલીછમ વાદીઓ વચ્ચે વસેલું છે. આ ગામ એશિયાનું હરિયાળું ગામ છે. આ ગામમાં જીવ-જંતુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ઉપરાંત, 250થી વધુ છોડની જાતો પણ અહીં જોવા મળે છે.
મેઘાલયની રાજધાની શિલોંગથી લગભગ 11 કિમી દૂર આવેલું એક સુંદર ગામ સ્મિત. આ ગામ સુંદર પર્વતોની વચ્ચે આવેલું છે. આ ગામમાં પ્રકૃતિની સુંદરતા સ્પષ્ટ દેખાય છે. આ ગામને પ્રદૂષણ મુક્ત ગામનો દરજ્જો પણ છે. અહીં લોકો રહેવા માટે ખેતરોમાં શાકભાજી અને મસાલા ઉગાડે છે.
હિમાચલ પ્રદેશની કુલ્લુ ખીણની લીલીછમ વાદીઓમાં સુંદર મલાના ગામ આવેલું છે. અહીંથી, વાદીના હૃદયને આકર્ષિત કરનારો નજારો જોવામાં મળે છે. આ ગામની નજીક મલાના નદી પણ વહે છે, જે આ ગામની સુંદરતામાં વધારો કરે છે.