Lifestyle: પાર્ટનરનું ઓફિસમાં ચાલી રહ્યું છે ચક્કર? જાણવા માટે અપનાવો આ ટ્રિક
ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર રિલેશનશિપ એક્સપર્ટ નીલ વિલ્કીનું માનવું છે કે જો તમારો પાર્ટનર ઓફિસ ટાઇમથી વધુ ત્યાં રોકાઇ છે અને વીકેંડૅ પર ઓફિસમાં કામ કરવા જાય છે તો તેની મોટી સંભાવના છે કે તમારા જીવનસાથી કોઇ બીજા સાથે પ્રેમ કરે છે. તે તમને દગો આપી રહ્યો છે. (પ્રતિકાત્મક ફોટો/સાભાર- Pexels)
ઓફિસમાં અફેર હોવાથી તમારો પાર્ટનર તમારી સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવાના બદલે સામાજિક કાર્યોમાં વધુ રૂચિ લાગશે. તે તમને ઘરે છોડીને ઘરથી બહાર રહેવાનું વધુ પસંદ કરશે. તે દરરોજ સામાજિક કાર્યમાં ભાગ લેવા જરૂર જશે પરંતુ તમને મહત્વ નહી આપે અને તમને ત્યાં ક્યારેક બોલાવશે તો ક્યારેક નહી બોલાવે. (પ્રતિકાત્મક ફોટો/સાભાર- Pexels)
જો તમારો પાર્ટનર પોતાનો તમારાથી છુપાવીને રાખે છે અને તમને ફોન ચલાવવા આપતો નથી તો જરૂર તે તમારાથી કંઇક છુપાવવા માંગે છે. બની શકે કે ઓફિસમાં તેનું અફેર હોય. (પ્રતિકાત્મક ફોટો/સાભાર- Pexels)
જો તમારો પાર્ટનર તમને ઘરે મુકીને મોટાભાગે વીકેંડ પર પોતાના ઓફિસના સાથીઓ સાથે ટ્રિપ અથવા પિકનિક પર જાય છે તો તેની ખૂબ સંભાવના છે કે તેનું ઓફિસમાં કોઇ બીજા સાથે અફેર છે. (પ્રતિકાત્મક ફોટો/સાભાર- Pexels)
દરેક પોતાના જીવનસાથીની મોટાભાગની આદતોથી વાકેફ હોય છે. જો તમારો પાર્ટનર અચાનક ઓફિસમાં કામમાં વધુ રૂચિ બતાવવા લાગે છે તો સમજો કંઇક તો ગરબડ છે, કારણ કે તે બસ તમને બતાવવા માંગે છે કે ઓફિસમાં વધુ કામ છે. (પ્રતિકાત્મક ફોટો/સાભાર- Pexels)