`Captain Cool` ધોનીને રવિન્દ્ર જાડેજા સહિત આ 5 ખેલાડીઓ પર આવ્યો હતો ખુબ ગુસ્સો

Sat, 15 Aug 2020-10:24 pm,

શ્રીલંકા વિરુદ્ધ ટી20 મેચમાં કુલદીપ યાદવની ખુબ ધુલાઈ થઈ રહી હતી.. જ્યારે વિકેટ કિપિંગ કરતા ધોની વારંવાર તેને 'થોડી દૂર' બોલ નાખવાનું કહેતા હતાં પરંતુ કુલદીપ માહીની વાત સાંભળતો નહતો. આ અંગે ખુદ કુલદીપે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 'ધોની મારી પાસે આવીને બોલ્યા કે કવર્સ હટાવીને, ડીપ કવર કરો અને પોઈન્ટ પર રાખો, મેં કહ્યું ના બધુ ઠીક છે. તો માહી ગુસ્સામાં બોલ્યો કે હું પાગલ છું, અહીં 300 વનડે રમી ચૂક્યો છું.

વર્ષ 2015માં આઈપીએલ દરમિયાન રવિન્દ્ર જાડેજાને પણ ધોનાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. વાત જાણે એમ હતી કે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મેચ ચાલુ હતી. જાડેજાએ એક બોલ પકડવામાં થોડી ઢીલ કરી અને આ જોઈને ધોનીનો પારો વધી ગયો અને જાડેજાએ તેમની વાત સાંભળવી પડી. 

આ વાત વર્ષ 2018ની છે જ્યારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી-20 મેચમાં મનીષ પાંડે અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે 98 રનની ભાગીદારી થઈ હતી. મેચની 19મી ઓવરના પહેલા બોલ પર મનીષે એક રન લીધો. પરંતુ ધોનીને લાગ્યું કે આ બોલ પર 2 રન લઈ શકાય તેમ હતાં. ત્યારે ગુસ્સામાં આવીને ધોની મનીષ પાસે જઈને બોલ્યો કે 'આમ જો, ત્યાં શું જોઈ રહ્યો છે.'

યુવરાજ સિંહ પણ ધોનીના ગુસ્સાથી બચી શક્યા નહતાં. વર્ષ 2011માં વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન ધોનીએ નુવાન કુલાશેખરાના બોલને લોંગ ઓન હિટ કર્યો અને હિટ કરતા જ તે રન લેવા માટે દોડી પડ્યો. પહેલો રન પૂરો કર્યા બાદ ધોનીએ બીજા રન માટે યુવરાજને હાકલ કરી પરંતુ યુવરાજે ઈન્કાર કરી દીધો અને ત્યારબાદ યુવરાજ પર ધોની ખુબ ગુસ્સે થઈ ગયા હતાં. 

આઈપીએલ 2019 દરમિયાન એકવાર ધોનીનો ગુસ્સો ફરી જોવા મળ્યો. હકીકતમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મેચ ચાલી રહી હતી. ધોનીએ દીપક ચાહરને બોલિંગ માટે કહ્યું. દીપકે ઓવરનો પહેલો બોલ નો બોલ નાખ્યો અને તે બોલ પર ચોગ્ગો ગયો. ત્યારબાદ બીજો બોલ પણ નો બોલ જ પડ્યો. આ જોઈને ધોનીનો પારો ચડી ગયો અને ચાહર પાસે જઈને ગુસ્સામાં તેને સમજાવવા લાગ્યા હતાં. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link