મોરબી: મોક્ષધામ એટલે કે સ્મશાનમાં કરવામાં આવ્યું ધ્વજવંદન, ખાસ છે કારણ, જુઓ PHOTOS

Wed, 15 Aug 2018-11:14 am,

આજે દેશભરમાં આન, બાન અને શાનથી ખુલ્લા આકશમાં તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભરતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સામાકાંઠે વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે આવેલ સોનાપુરી સ્મશાન ખાતે જઈને ત્યાં ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ખાસ કરીને સ્મશાન કે જે જગ્યાએ સામાન્ય રીતે લોકો મૃત્યુ પામે પછી જ જવાનું હોય છે તેવી માન્યતા બાળકોના મનમાં હતી તેને દુર કરવામાં આવી હતી.

શિક્ષણ ક્ષેત્ર શહેરના સામાકાંઠે વિસ્તારમાં આગવું નામ ધરાવતી ભારતી વિદ્યાલય શાળા દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે.

જે અંતર્ગત આ વર્ષે વિદ્યાર્થીઓ નાનપણથી જ મોક્ષધામ કે જે ખરેખર પવિત્રધામ છે અને દરેક જીવ માત્રનો અંતિમ પડાવ છે તેનાથી માહિતગાર થાય તેમજ સ્માશન નામ પડતાની સાથે જ બાળકોના મનમાં જે ચિત્ર ઉભું થાય છે તેના કરતા વાસ્તવિક ચિત્ર કેટલું વિપરીત હોય છે જેની સમજણ કેળવાય તે માટે સ્મશાન ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો હતો. 

હવે દરવર્ષે ભારતી વિદ્યાલય દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સ્મશાન ખાતે કરવામાં આવશે તેવું પણ શાળાના સંચાલકો કહી રહ્યા છે. 

આજે દેશના દરેક ખૂણે ખૂણામાં તિરંગો લહેરાવીને દેશવાસીઓ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભારતમાં પ્રથમ વખત સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો  લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે.

જો કે, સરકારી કે ખાનગી ઈમારતો ઉપર નહીં પરંતુ જે દિવસે પ્રત્યેક ભારતીય નાગરિકના દિલમાં તિરંગો લહેરાઈ જશે તે દિવસે ભારત સ્વર્ગ સમાન બની જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link