Flood in Assam: આસામમાં ભારે પૂરને કારણે તબાહી, 28 જિલ્લાના 19 લાખ લોકો પ્રભાવિત; જુઓ તસવીરો

Sat, 18 Jun 2022-12:44 pm,

ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે શનિવારના ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે એએનઆઇ અનુસાર પૂરના કારણે આ વર્ષે આસામમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો છે. પૂર પ્રભાવિત લોકોનું કહેવું છે કે ગામોમાં સ્થિતિ ખુબજ ખરાબ છે. પૂરના પાણીનું સ્તર દર કલાકે વધી રહ્યું છે. ઘરો પાણીમાં ડૂબી ગયા છે.

કોપિલી નદી નગાંવ જિલ્લાના કામપુરમાં સૌથી વધારે પૂરના નિશાનથી ઉપર વહી રહી છે. ત્યારે બ્રહ્મપુત્ર, બેકી, માનસ, પગલાડિયા, પુથિમારી અને જિયા-ભરાલી નદીઓ ઘણી જગ્યાઓ પર ભારે પ્રવાહ પર વહી રહી છે.

મળતી જાણકારી અનુસાર રાજ્યમાં બજલી સૌથી વધારે પ્રભાવિત જિલ્લો છે. અહીં પૂરના કારણે કુલ 3.55 લાખ લોકો પ્રભાવિત થયા છે. ત્યારબાદ દરાંગમાં 2.90 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે. કુલ 43338.38 હેક્ટર પાક પાણીમાં ડૂબી ગયો છે. એક લાખથી વધારે લોકોને 373 રાહત શિવિરોમાં ખસેડવામાં આવ્યા છે.

આસામના હાજઈ જિલ્લામાં પૂર્વોત્તર રેલવેના લુમડિંગ ડિવીઝનના જમુનામુખ અને જુગીજન સેક્શન વચ્ચે ભારે વરસાદને કારણે પૂર આવવાથી રેલ સેવા પ્રભાવિત થઈ છે. રેલવે ટ્રેક નીચેથી માટી હટી જવાથી ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે.

આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર બુલેટિન અનુસાર, દારંગ જિલ્લાના સિપાઝાર વિસ્તારમાં પૂર આવવાથી NH-15 ડૂબી ગયો છે. દારંગ જિલ્લા તંત્ર દ્વારા હાઇવે પર વાહનોની અવરજવર પર રોકવાને કારણે મોટી સંખ્યામાં ટ્રક ફસાયા છે. આ ઉપરાંત ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 13 તટબંધ તૂટી ગયા, 64 રસ્તા અને એક પુલ ક્ષતિગ્રસ્ત થયો છે.

પીટીઆઇ અનુસાર ક્ષેત્રીય હવામાન વિભાગ કેન્દ્રએ આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આસામના નીચલા જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરોએ પણ શૈક્ષણિક સંસ્થાઓને શનિવારના વર્ગો સ્થગિત કરવાના આદેશ આપ્યા છે.

પીટીઆઇ અનુસાર ગુવાહાટીમાં તંત્રએ ભારે વરસાદને કારણે લોકોને બિનજરૂરી રીતે ઘરથી બહાર ન નીકળવા અપીલ કરી છે. ગુવાહાટીમાં અનિલ નગર, નબીન નગાએ, જુ રોડ, સિક્સ માઈલ, નૂનમતી, ભૂતનાથ, માલીગાંવ જેવા વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ પાણી ભરાવવાથી ગુવાહાટીમાં જનજીવન ઠપ થઈ ગયું છે.

પૂર પ્રભાવિત જિલ્લા બક્સા, નલબાડી, બજલી, દરાંગ, તામુલપુર, હોજઈ અને કામરૂપમાં રાહત અને બચાવ અભિયાન ચલાવવા માટે સેનાની કુલ નવ સંયુક્ત ટીમો કામ કરી રહી છે. આ ઉપરાંત પ્રદેશના પ્રભાવિત અલગ અલગ જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફ અને આસામ પોલીસની અગ્નિશમન અને કટોકટી સેવાઓ પણ મોટા પ્રમાણમાં રાહત અભિયાન ચલાવી રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link