અમરેલીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા, આવી ગઈ અંબાલાલની ઘાતક આગાહી
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, છેલ્લાં 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં છૂટોછવાયો વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો. તો સાબરકાંઠાના તલોદમાં વરસ્યો 2 ઈંચ વરસાદ પડ્યો. આ ઉપરાંત કચ્છના ભૂજ, નખત્રાણામાં વરસ્યો 1 ઈંચ વરસાદ આવ્યો. રાજકોટના લોધિકામાં પણ વરસ્યો 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. 5 તાલુકા સિવાય અન્ય તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ હતો. માત્ર 28 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. બાકીના ગુજરાતના અન્ય તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. (Image - sabarkantha)
ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યના મોટાભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ આવશે. પરંતું બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં મધ્યમથી વધુ વરસાદની શક્યતા છે. તો ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે. જંબુસર, રાજપીપલા, વડોદરા, પાદરામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ,અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગોધરામાં વરસાદની શક્યતા છે. (Image - sabarkantha)
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહિ થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે. હાલમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે. 12 થી 14 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે. 15 જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળાના ઉપસગારના હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. 17 થી 18 જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આ કારણે 19 થી 24 જુલાઈ ગુજરાતના વરસાદ થશે. કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિભારે વરસાદ થશે. (Image : IMD India Meteorological Department)
આજે વહેલી સવારથી જાફરાબાદના બાબરકોટ, મિતીયાળા, લોઠપુર, વઢેરા, કડીયાળી સહિત વિસ્તારમાં વરસાદી માહોલ છે. અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના કોવાયા, ભાકોદર સહીત દરિયા કાંઠાના ગામડામાં ધોધમાર વરસાદે જમાવટ કરી છે. તો કોવાયા ગામના માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં છે. રાજુલાના ચૌત્રા સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. સમગ્ર જાફરાબાદ - રાજુલા પંથકના દરિયા કાંઠે વરસાદી માહોલ છવાયો છે. (Image - Amreli)
અમરેલીના દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ છવાયો છે. જાફરાબાદની બજારોમાં પાણી વહેતા થયા છે. જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. (Image - Amreli)
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8 માંથી 2 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેથી પ્રાંતિજમાં પોણા 4 ઇંચ અને તલોદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
મુંબઈમાં ભારે વરસાદના કારણે હવાઈ મુસાફરી ખોરવાઈ છે. અમદવાદથી મુંબઈની 4 ફ્લાઇટો રદ્દ કરવાની ફરજ પડી છે. મુંબઈથી અમદાવાદ જતી આવતી ફ્લાઈટ 1 થી 8 કલાક ડિલે છે. એર ક્લિયરન્સ ન મળતા અનેક ફ્લાઇટો હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા. કલાકો સુધી ચક્કર લગાવ્યા બાદ ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પહોંચી હતી. મુંબઈમાં ભારે પવન ફૂંકાવવાની આગાહીને પગલે આજે પણ હવાઈ મુસાફરીને અસર થઈ શકે છે. (Image : IMD India Meteorological Department)