નર્મદા જિલ્લામાં બારેય મેઘ ખાંગા, મુશળાધાર વરસાદથી નર્મદા ગમે ત્યારે રૌદ્ર રૂપ બતાવશે

Mon, 15 Jul 2024-6:41 pm,

મૂશળધાર વરસાદને પગલે નર્મદાના નાંદોદનું લાછરસ ગામ પાણીમાં ગરકાવ થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.  સતત વરસાદથી લાછરસ ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે.. ગામમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. ગામમાં પાણી ભરાવાના કારણે ગાડીઓ પણ વરસાદી પાણીમાં ડૂબી ગઈ છે.

નર્મદાનાં કરજણ ડેમના 3 ગેટ 2.80 મીટર ખોલાયા છે. કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. દર કલાકે ડેમની સપાટી 105.72 મીટર પહોંચે છે. નદી કાંઠા વિસ્તારના 9 ગામોને સાવચેતીના ભાગ રૂપે એલર્ટ કરાયા છે. તો તંત્ર સેન્ડબાય કરાયું છે. ndrf અને sdrf ની ટીમ પણ નર્મદા સેન્ડબાય કરવામાં આવ્યું છે. નર્મદાના કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભરૂચ નર્મદાની જીવાદોરી ગણાતા કરજણ ડેમમાં સીઝનમાં પહેલી વાર ડેમમાં પાણીની આવક થતા ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે  

ઉપરવાસમાં ડેડીયાપાડા અને સાગબારા માં 6 ઇંચજેટલો ભારે વરસાદ પડતાં કરજણ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમનું લેવલ સરકાર ધ્વારા નિયત કરેલ રૂલ લેવલ જાળવવાનું હોય છે. આજે સવારે ૧૧:૫ કલાકે ડેમની સપાટી 105.72 મીટર પહોંચી હતી . જળાશયનું રૂલ લેવલ તા. 1/8/24ના રોજ 107.55 મીટર જાળવવા માટે 12 કલાકે ડેમના 3દરવાજા 2.80.મીટર ખોલવામાં આવ્યાં હતા.કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે.   

30 હજાર ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી કાંઠા વિસ્તારના 9 ગામોને સાવચેતીના ભાગ રૂપે એલર્ટ કરાયા છે. તંત્રને સેન્ડબાય કરાયું છે જેમાં એનડીઆરએફ, એસ ડીઆરએફની ટીમને પણ સેન્ડબાય કરવામાં આવ્યું છે. 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ડુંગર વિસ્તારમાં વરસાદ પડવાના કારણે સોલીયા અને યાલ ગામ વચ્ચેનું નાળુ ધોવાઈ ગયું છે. સોલીયા પાસે નાળુ ધોવાતા વાહનવ્યવહાર ખોરવાયો છે. નર્મદામાં આવેલી મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ છે. 

ડેડિયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આ નદી આવેલી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે. નવા બનાવેલો મોટો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. પૂરની સ્થિતિના કારણે નોકરિયાતો, વિદ્યાર્થીઓ અટવાયા છે. ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે. 

નર્મદાના લાછરસ ગામે વરસાદે મુશ્કેલી વધારી છે. વ્યાજબી ભાવની દુકાનમાં પાણી ઘૂસી જતાં અનાજ પલળી ગયું છે. દુકાનમાં મુકેલા ઘઉં સહિતના ધાન્ય પલળી જતાં મોટાપાયે નુકસાન થયું છે...નર્મદામાં ભારે વરસાદથી નુકસાનીના આ દ્રશ્યો સામે આવ્યા છે...  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link