નવસારી માટે આજની અમાસ ભારે! પૂરનું સંકટ આવતા શહેરમાં એલર્ટ કરતી ગાડીઓ ફરવા લાગી

Sun, 04 Aug 2024-8:56 am,

નવસારીની લાઈફલાઈન ગણાતી પૂર્ણા નદીમાં સપાટી વધતા તંત્રએ શહેરમાં એલર્ટ જાહેર કર્યું છે. પૂર્ણા નદીની સપાટી સવારે 8 વાગ્યે 17 ફૂટ પર પહોંચી ગઈ છે. જ્યારે કે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે. નવસારી નગરપાલિકાએ ફાયરની ગાડી ફેરવી શહેરીજનોને  એલર્ટ રહેવા સૂચના આપી. 

નવસારી : 73 મિમી (3.04 ઈંચ) જલાલપોર : 49 મિમી (2.04 ઈંચ) ગણદેવી : 100 મિમી (4.16 ઈંચ) ચીખલી : 106 મિમી (4.41 ઈંચ) ખેરગામ : 131 મિમી (5.45 ઈંચ) વાંસદા : 184 મિમી (7.66 ઈંચ)

ઉપરવાસ ભારે વરસાદ, નવસારીની તમામ લોકમાતાની જળ સપાટીમાં વધારો થયો છે. પુર્ણા નદીની સપાટી હાલ ૧૯ ફૂટ છે અને ભયજનક સપાટી ૨૩ ફૂટ છે. અંબિકા નદીની સપાટી હાલ ૨૩ ફૂટ પર વહી રહી છે, અને તેની ભયજનક સપાટી ૨૮ ફૂટ છે. કાવેરી નદીની સપાટી હાલ ૧૪ ફૂટ પર વહી રહી છે અને તેની  ભયજનક સપાટી ૧૯ ફૂટ છે. 

નદીઓની સપાટી વધાતા નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરાયા છે. લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. આજે અમાસની મોટી ભરતી હોવાના કારણે મુશ્કેલી વધે એવી સંભાવના છે. નવસારી અને ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ  

નવસારી સહિત ઉપર વાસના સુરત તાપી અને ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીની મહત્વની ત્રણ નદીઓમાં સતત વધી રહ્યું છે, જેમાં પણ ખાસ કરીને અંબિકા અને કાવેરી નદીના જળસ્તર 15 ફૂટ નજીક પહોંચી ગયા છે. જેના કારણે ગણદેવીના બીલીમોરા શહેરમાં કાવેરી અને અંબિકાની સીધી અસર જોવા મળી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં બંને નદીના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ છે. નદીનું જળસ્તર વધતા બીલીમોરા પાલિકા તંત્ર તેમજ સ્થાનિક આગેવાનો એક્શનમાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ કરાવી લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરી છે. સાથે જ બીલીમોરા ફાયરની બે ટીમોને લાઈફ જેકેટ અને બે બોટ સાથે એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. જેથી કોઈપણ પરિસ્થિતિ જેથી કોઈપણ પરિસ્થિતિ ઉદ્ભવે તો તંત્ર બચાવ કામગીરીમાં જોતરાઈ શકે.

નવસારીના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીની પરિસ્થિતિ ફરી બગડે એની સંભાવના વધી છે. જિલ્લાની ત્રણ લોકમાતાઓનું જળસ્તર સતત વધી રહ્યું છે. ગણદેવીમાંથી પસાર થતી કાવેરી નદી 14 ફૂટે પહોંચતા બીલીમોરા શહેરના વોર્ડ નંબર 9 ના દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. દેસરામાં ઘૂંટણ સમા પાણી ભરાતા 30 થી વધુ પરિવારોની સ્થિત વણસી છે. ખાસ કરીને પાણી ભરવાની શરૂઆત થયા બાદ ત્રણથી ચાર દિવસ સુધી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ છે.    

સવાર સવારમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ નોઁધાયો. જૂનાગઢના મેંદરડામાં ધમાકેદાર વરસાદ વરસ્યો. મહેસાણા અને બહુચરાજીમાં પણ વરસાદ નોંધાયો. અમરેલી, નવસારી, સુરત, વલસાડમાં પણ વરસાદ નોંધાયો. પંચમહાલના હાલોલ, જાંબુઘોડામાં પણ વરસાદ નોઁધાયો.

24 કલાકમાં રાજ્યના 230 તાલુકામાં વરસાદ... 108 તાલુકામાં 1થી સાડા 7 ઈંચ સુધી વરસાદ... સૌથી વધુ નવસારીના વાંસદામાં 7.5 ઈંચ વરસાદ.... ડાંગના વઘઈમાં 6.5, વલસાડના કપરાડામાં 6 ઈંચ.... તાપીના ડોલવણ, વલસાડના ધરમપુરમાં પોણા 6 ઈંચ.... આહવા, ખેરગામમાં વરસ્યો 5.5 ઈંચ વરસાદ... વલસાડ, સોનગઢ, ઉમરપાડામાં પડ્યો 4.5 ઈંચ... પંચમહાલ, વડોદરા, સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ... નર્મદા, બનાસકાંઠા, મહેસાણામાં પણ વરસ્યો વરસાદ... રાજ્યના 46 તાલુકામાં વરસ્યો 2 ઈંચથી વધુ વરસાદ...  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link