પોરબંદરમાં આભ ફાટ્યું : 14 ઈંચ વરસાદથી શહેરમાં ગોઠણડૂબ પાણી, ફસાયેલા 6 શ્રમિકોને રેસ્ક્યૂ કરાયા

Fri, 19 Jul 2024-9:26 am,

ખાપટ તથા જનકપુરી સહિત વિસ્તારોમાં પાણી ભરાયાં છે. શહેરના રાણીબાગ ચાર રસ્તા સહિત રસ્તાઓ પર પાણીનો જમાવડો છે. પોરબંદરના એમજી રોડ પર ગોઠણડૂબ પાણી ગરકાવ થયું છે. શહેરના મુખ્ય રસ્તાઓ પાણીમાં જળમગ્ન થયા છે. એમજી રોડ,વાડીયા રોડ, હોસ્પિટલ રોડ તમામ રસ્તાઓ પર પાણી ભરાયા છે. તો ગોઠણડૂબ પાણીથી વાહનચાલકોના વાહનો બંધ પડી રહ્યા છે. (Images : અજય શીલુ, પોરબંદર)

પોરબંદરના કોળીવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે. આ વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. એક સાથે વધુ વરસાદ વરસતા લોકો અટવાયા છે. પોરબંદર જિલ્લામાં સવારે ૬ થી ૮ સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો, ૬ થી ૮ દરમિયાન પોરબંદરમાં વધુ ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાણાવાવમાં ૪ મીમી જ્યારે કુતિયાણામાં ૧ મીમી વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૬ કલાકમાં પોરબંદરમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે.  (Images : અજય શીલુ, પોરબંદર)

પોરબંદર જિલ્લામાં સવારના 6 થી રાત્રીના 12 વાગ્યા સુધી પડેલ વરસાદ  પોરબંદરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો  રાણાવાવમાં 3 ઇંચ વરસાદ નોંધાયો  કુતિયાણામાં 5 ઇંચ વરસાદ નોંધાયો કુતિયાણામાં રાત્રીના 10 થી 12 વાગ્યા દરમિયાન જ બે ઇંચ વરસાદ પડ્યો  (Images : અજય શીલુ, પોરબંદર)

પોરબંદરના મીરાનગર વિસ્તારની ગલીઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ વિસ્તારની તમાંમ ગલીઓ રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા છે. વરસાદી પાણી તથા ભૂગર્ભ ગટરના કારણે પાણી ભરાયાં છે. વિસ્તારમાં ઘુટણ સમા પાણીથી લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ વચ્ચે જીઆઇડીસી ભૂગર્ભ ગટરનું વરસાદી પાણી અહીં નિકળતું હોવાની સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે.  (Images : અજય શીલુ, પોરબંદર)

પોરબંદરના ભારવાડા ગામની વાડી વિસ્તારમાંથી કેટલાક લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. મકાનની છત પર રહેલ 6 શ્રમિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મકાનમાં પાણી ભરાઈ જતાં શ્રમિકો છત પર પહોંચ્યા હતા. જેના બાદ પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું.  (Images : અજય શીલુ, પોરબંદર)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link