સુરતમાં કમર ડૂબ પાણી, રસ્તાઓ પર નદીઓ વહી, જળમગ્ન થયેલા શહેરની તસવીરો

Mon, 22 Jul 2024-4:13 pm,

સૌરાષ્ટ્ર બાદ હવે સુરતમાં મેઘરાજાએ સાંજથી ધમાકેદાર બેટિંગ કરી છે. મોડી સાંજથી સુરતમાં મન મૂકીને ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લાં 2 કલાકમાં આખા સુરતમાં 4 ઈંચ વરસાદથી સુરત જળબંબાકાર થયું છે. તો માત્ર 2 કલાકમાં સુરતના પલસાણામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. 

સુરત શહેર અને કામરેજમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે સુરતના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન બન્યા છે. ભારે વરસાદથી દુકાનો અને ઘરોમાં પણ પાણી ભરાયા છે. અઠવાગેટ, પૂણાગામ, વરાછા, ઉધનામાં પાણી ભરાયા છે. 

ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં મોડી સાંજથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવનની ગતિ સાથે ધોધમાર વરસાદથી આખું સુરત પાણીમાં ડૂબ્યું છે. સુરતના ઓલપાડ, કામરેજ, બારડોલી, માંડવી સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વીજળી ના કડાકા ભડાકા સાથે સમગ્ર જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું . સુરત ઉધના વિસ્તારમાં પાણી ભરાયા છે. સુરત શહેર, કામરેજ અને પલસાણા તાલુકામાં સાંજના ૬.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન બે કલાકમાં ચાર-ચાર ઈચ વરસાદ નોંધાયો છે. 

સુરતમાં સમી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. અટવાગેટ, પુણાગામ, વરાછા,ઉધના સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પુણાગામ શાકમાર્કેટ બજારમાં કમર સુધીના પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો છે. 

હવામાન વિભાગે સુરત દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી. સુરત દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરાયું હતું. સમી સાંજે સુરતના અઠવાગેટ, પાર્લે પોઇન્ટ, પીપલોદ, મજુરાગેટ, ઉધના દરવાજા, વેસુ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. રાંદેર, અડાજણ, ચોક બજાર, નાનપુરા, ઉધના, ભેસ્તાન ,પાંડેસરા, દિલ્હી ગેટ ,કતારગામ સહીતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ નોંધાયો.   

સવારથી જ વરસાદી માહોલ હતો, પણ વરસાદ વરસતો ન હતો. ક્યાંક છૂટો છવાયો હતો ક્યાંક ઝરમર વરસાદ આવતો હતો. સમી સાંજે અચાનક પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરી છે. અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તા ઉપર પાણી પણ ભરાવાની સ્થિતિ ર્જાઈ છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

પુણાગામ ભયાનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વેડ રોડ, કતારગામ રોડ પર પણ પાણી ભરાયા છે. સુરતના પાંડેસરા વિસ્તારના કર્મયોગી સોસાયટી ૨ અને શ્રીરામ નગરમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં વાહનો અટવાયા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link