નર્મદાના પાણીથી ચાણોદમાં ભયાવહ સ્થિતિ, ગામમાં હોડીઓ આવી ચઢી, ઘરોના એક માળ પાણીમાં ડૂબ્યા

Sun, 17 Sep 2023-5:12 pm,

તો બીજી તરફ નર્મદા નદીનું પાણી ચાંદોદના લોકો માટે આફત બન્યું છે. 2004 પછી બીજી વખત નર્મદા નદીનું પાણી બજાર સુધી આવી ગયું છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ચાંદોદને મોટી અસર થઈ છે. ચાંદોદ, કરનાળી અને નંદેરેયા ગામમાં નર્મદાના નીર ઘૂસ્યા છે. નર્મદા નદીના રૌદ્ર સ્વરૂપથી કરનાળી ગામ બેટમાં ફેરવાયું છે. યાત્રાધામ ચાંદોદના રસ્તા પર નર્મદાનું પાણી આવી ગયું છે. પાણીનો પ્રવાહ જોતા ગ્રામજનોમાં ભય જોવા મળ્યો છે. હાલ ગ્રામજનો વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે. આવામાં ઝી 24 કલાક ચાંદોદના ગ્રામજનો સુધી પહોંચ્યું હતું. ગ્રામજનો પાણી ક્યારે ઉતરે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે. ચાણોદમાં પાણીમાં ફસાયેલા એક વૃદ્ધ પરિવારને SDRF ની ટીમે સલામત રીતે રેસ્ક્યું કરી બચાવ કર્યો હતો. વડોદરા જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે. ગ્રામજનો દુકાનનો સામાન ખાલી કરવા મજબૂર બન્યા છે. તો તમામ ગામનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. 

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી  ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના  ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ એન. ડી.આર. એફ અને એસ. ડી.આર.એફ ની ટીમો સાથે શનિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી. ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના સ્થળાંતરની  વિગતો જોતા ભરૂચ શહેર 461, અંકલેશ્વર 747, હાંસોટ 293, ઝગડીયા 34, વાગરા 102 એમ  કુલ 1637 સલામત સ્થળે સ્થળાંતર  કરવામાં આવ્યુ હતું. ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે.

સોમવારના રોજ નર્મદા જિલ્લાની તમામ શાળા, કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવા નાયબ નિવાસી કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. નર્મદા ડેમમાંથી 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે. આ કારમે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર એક દિવસ માટે શાળા કોલેજો માં શૈક્ષણીક કાર્ય બંધ રાખવા હુકમ કર્યો છે.

નર્મદા નદીમાં પૂર આવતા વ્યાસબેટમાં 11 લોકો ફસાયા છે. ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે દમણટી કોસ્ટગાર્ડનું હેલિકૉપ્ટર રવાના થયું છે. વ્યાસબેટથી તમામ લોકોને એરલિફ્ટ કરાશે. ડભોઇ હેલિપેડ ખાતે લેન્ડ કરવામાં આવશે. હાલ હેલીકૉપરને સુરતથી આગળ વધવાનું ગ્રીન સિગ્નલ નથી મળ્યું. ડભોઇ હેલિપેડ ખાતે પોલીસ અને વહીવટીતંત્ર સ્ટેન્ડબાય છે. 

નર્મદા બંધમાંથી છોડાયેલા પાણીની વિપરીત અસર જોવા મળી. નર્મદાના પાણી અન્ય નદીઓમાં ઘૂસી ગયા. રાજપીપળાની કરજણ નદીમાં આ પાણી બેક મારતા કરજણના પાણી રાજપીપળા શહેરમાં ઘૂસ્યા. રાજપીપળાના કુંભારવાડા ભોઈવાડ વિસ્તારમાં 20 થી વધુ લોકો ફસાયા. જેઓએ મકાનોમાં બીજે માળ જઈને પોતાનો જીવ બચાવ્યો. રાજપીપળામાં 50 થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા. જોકે હજુ 20 લોકો ઘરોમાં એક મંદિરમાં લોકો રોકાયા છે. ગત રાત્રીના લોકો અટવાયા હોય હજુ સુધી કોઈ સહાય પહોચી નથી. તંત્ર નીચાણ વાળા વિસ્તારોમાં મુલાકાત કરી જતા રહ્યા પણ પાણી આવ્યા બાદ કોઈ ફરક્યું નથી. આમ સતત બીજી રાત્રિ આ ફસાયેલા લોકો લાઈટો વગર કાઢશે. જરૂરિયાતના સામાન પણ તેમની પાસે નથી. હાલ કોઈ મદદ કરી રહ્યું નથી મદદની અપેક્ષા માટે વિનંતી કરી રહ્યા છે. કોઈ રેસ્ક્યુ ટિમ પણ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. 

નર્મદાના માંગરોળ ગામમાં ફસાયેલ 10 બાળકોને બચાવાયા. હજુ 15 વિધાર્થીઓ અને શિક્ષકો સાથે આશ્રમમાં સાધુઓ ફસાયેલ છે. Sdrf બાદ ndrf ની ટીમો બચાવ કામગીરીમાં કામે લાગી. 

કરજણના અનેક ગામો જળબંબાકાર થયા. લાખો એકર ખેતરોમાં પાણી ઘૂસ્યા. 20 જેટલા આશ્રમો પાણીમાં ગરકાવ થયા. કિલોમીટરો સુધી ખેતરોમાં નર્મદાનું પાણી ફરી વળ્યા છે. 500 ઉપરાંતના ઘરોમાં મોટી અસર થઈ. ધારાસભ્ય અક્ષય પટેલ દરેક ગામમાં સતત સંપર્ક કરી રહ્યા છે. એનડીઆરએફ અને એસબીઆરએફની ટીમો તૈનાત...

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link