Photos : ફૂલોનું પ્લેન, બૂલેટ ટ્રેન જોઈને મગજ ચકરાઈ જશે, CMએ ખુલ્લો મૂક્યો ફ્લાવર શો

Wed, 16 Jan 2019-10:06 am,

એલિસબ્રિજથી સરદારબ્રિજ વચ્ચેના 1.8 કિલોમીટરના 1.28 લાખ સ્કેવર મીટર એરિયામાં 7 લાખ પ્લાન્ટ્સનું પ્રદર્શન કરાયું છે. સમગ્ર ફ્લાવર શો રંગબેરંગી બની ગયો છે. મુખ્યમંત્રીએ ફ્લોવર શોના ઉદઘાટન બાદ તેને મન ભરીને નિહાળ્યો હતો. ફ્લાવર શોમાં સી પ્લેન, બુલેટ ટ્રેન, સાબરમતી ફ્લાયઓવર જેવા મહત્વના આકર્ષણ બની રહેવાના છે.   

ફ્લાવર શોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ફૂલોમાંથી બનતી વિવિધ કૃતિઓ રહેશે. આ વર્ષે સી-પ્લેન, બુલેટ ટ્રેન અને મહાત્મા ગાંધીના જીવન પર તૈયાર કરાઈ રહેલી કૃતિ મુખ્ય આકર્ષણ બની રહેશે. ફ્લાવર શોમાં બ્રિટનના બકિંગહામ પેલેસ જેવો રોયલ ગાર્ડન પણ તૈયાર કરાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફ્લાવર શોમાં લગભગ 7થી 8 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે.   

ઉલ્લેખનીય છે કે, આજે 16 જાન્યુઆરીથી ફ્લાવર શોનુ ઉદઘાટન થઈ ગયું છે. પરંતુ આવતીકાલે 17 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં વીએસ હોસ્પિટલનું ઉદઘાટન કરવાના છે. તેથી ફ્લાવર શો સવારે માત્ર 10થી 12 વાગ્યા સુધી જ ખુલ્લો રહેશે. ત્યાર બાદના સમયમાં કોઈને એન્ટ્રી નહિ મળે. CMની સૂચના બાદ 18 થી 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શોને રાતે 11 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવશે.  

રિવરફ્રન્ટ પર AMC અને કૃષિ વિભાગના સંયુક્ત પ્રયાસથી પશ્વિમ કિનારા પર ફ્લાવર ગાર્ડન અને ઈવેન્ટ સેન્ટરમાં ફ્લાવર શો યોજાયો છે. ફ્લાવર શોમાં વિવિધ વૃક્ષો, શાકભાજી, બોનસાઈ, કેક્ટ્સ અને પામ સહિત 750 કરતાં વધુ ફૂલ-છોડના 7 લાખથી વધુ રોપાં પ્રદર્શનમાં મૂકાયા છે.  

આ સિવાય વિવિધ પેટા વિભાગોની માહિતી પૂરા પાડતા સ્ટોલ્સ, દેશ અને શહેરની 7 જેટલી જાણીતી નર્સરીના પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર પણ રહેશે. ખાતર-બિયારણ, જંતુનાશક દવા અને બાયાયગી સાધનો સાથે સંકળાયેલી કંપનીઓના સ્ટોલ્સ રહેશે, જેથી લોકો પોતાના ઘરના બાગને પણ સુશોભિત કરી શકે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link