દવા વિના કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવું હોય તો ફોલો કરો આ ડાયટ ચાર્ટ, હાર્ટ એટેકનું જોખમ પણ થશે ઓછું

Thu, 12 Oct 2023-8:23 am,

બાજરી, જુવાર, ઓટ્સ, ક્વિનોઆ અને બ્રાઉન રાઇસ જેવા અનાજમાં ફાયબર વધુ હોય છે. આ ફાયબર બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આખા અનાજમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે જે બ્લડ સુગરને પણ કંટ્રોલમાં રાખે છે. 

મગ, ચણા અને વટાણામાં પ્રોટીન, ફાયબર અને ખનિજ સૌથી વધુ હોય છે. તે ચરબી ઓછી કરી અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે.

બદામ, અખરોટ, મગફળી, ફ્લેક્સસીડ, ચિયા સીડ્સ હેલ્ધી ફેટ શરીરને પુરું પાડે છે અને શરીરને ઊર્જા આપે છે.  તે ગુડ કોલેસ્ટ્રોલના સ્તરને જાળવી રાખી અને બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

પાલક, મોરિંગાના પાન, સુવાદાણા સહિતના લીલા પાનવાળા શાકભાજી વિટામિન્સ, મિનરલ્સ અને ફાયબરથી ભરપૂર હોય છે. આ શાકભાજી વિટામિન કે જેવા એન્ટી ઓકિસડન્ટો શરીરને પુરા પાડે છે. જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય કોબી અને બ્રોકોલી જેવા શાકભાજીમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

બ્લુબેરી, સ્ટ્રોબેરી, રાસબેરી અને દાડમ, દ્રાક્ષ, પીચ અને પ્લમ  હૃદય સંબંધિત બીમારીઓ દૂર કરે છે. આ ફળો કોલેસ્ટ્રોલ મેનેજમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  

રોજિંદા આહારમાં ઓમેગા 3 ફેટી એસિડનો સમાવેશ કરવાથી ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર ઘટાડવામાં મદદ મળે છે. તેના માટે અખરોટ, ચિયા સીડ્સ, કઠોળનું સેવન કરો.

વર્જિન ઓલિવ ઓઈલ એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. જે હાર્ટની હેલ્ધી માટે જરૂરી છે. 

ગ્રીન ટીમાં એન્ટી ઓકિસડન્ટ સૌથી વધુ હોય છે અને તે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે.

ડાર્ક ચોકલેટમાં 70 ટકા કોકોનું પ્રમાણ હોટ છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેના ફ્લેવોનોઈડ્સ હાર્ટ રીસ્ક ઘટાડવામાં મદદ કરે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link