અમદાવાદની ખાણીપીણી! ખાવાના શોખીન છો તો આ ટેસ્ટ કરી લેજો, આંગળીઓ ચાટતા રહી જશો

Wed, 03 May 2023-7:50 pm,

છેલ્લા 18 વર્ષથી સલીમ ભાઈ એક જ જગ્યાએથી અમદાવાદીઓને તેમના સ્વાદિષ્ટ બર્ગર ખવડાવે છે. તેમની તેમની આલુ ટિક્કી, બર્ગર્સ, એગ બર્ગર અને બન ખૂબ જ પોપ્યુલર છે. બપોરે ત્રણ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી તેઓ બર્ગરનું વેચાણ કરે છે... તેમનો સ્ટૉલ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં હોવાથી અહીં ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ વધારે આવે છે. તો અહીંની ગરમાગરમ પેટીઝ, વેજિટેબલ્સ, મેયોનિઝ, મસ્ટર્ડ સૉસ અને ચીઝથી ભરપૂર વાનગીઓના અનેક અમદાવાદીઓ દીવાના છે.

ત્રણ દરવાજા પાસે આવેલી આ જગ્યા ખાણીપીણીના શોખીનો માટે સ્વર્ગ છે. અડધી રાત્રે ખાવા પીવાની ઈચ્છા થાય તો માણેક ચોકથી સારી જગ્યા બીજી કોઈ નથી. અહીં ભાજીપાંઉ, રગડા પેટીસ, ચાઈનીઝ ડિશ, ચાટ, અવનવી સેન્ડવિચ અને બર્ગર તમને ખાવા મળશે.  આ ઉપરાંત ફરાળી સેન્ડવિચ અને ચીઝ પાઈનેપલ સેન્ડવિચ અહીંની ખાસિયત છે... જમી લો પછી ત્યાં સ્વાદિષ્ટ પાન પણ ખાવા મળશે...

ગુજરાત અને ગુજરાતીઓની વાત થતી હોય ત્યારે ખમણની વાત ન કરીએ તે કેમ ચાલે? ચણાના લોટમાંથી બનતી અને રાઈ-મરચાના વઘાર વાળી આ વાનગી ગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ છે. નોનગુજરાતી ખમણ અને ઢોકળા વચ્ચે ગોથુ ખાઈ શકે પણ ગુજરાતી નહિં. એમાંય વળી દાસના ખમણ હોય એટલે વાત જ શું પૂછવી! મોટાભાગના અમદાવાદીઓ દાસના જ ખમણ ખાવાનુ પસંદ કરે છે. દાસની વાટીદાળના ખમણ, સેવ ખમણી, પાત્રા અને નવતાડના સમોસા જેવી વાનગીઓ પણ ઘણી વખણાય છે.

માત્ર 40 જ રૂપિયામાં અમૃતસરી ભોજનનો સ્વાદ માણવા મળે તે શક્ય છે? કેમ નહિં, અમદાવાદમાં બધુ જ શક્ય છે... મ્યુનિસિપલ માર્કેટમાં આવેલા શ્રી બજરંગના છોલે કુલ્ચા ખાશો તો અમૃતસરની યાદ આવી જશે. અહીં સ્વાદિષ્ટ ગ્રેવી વાળા છોલે બે સોફ્ટ કુલ્ચા સાથે સર્વ કરવામાં આવે છે. તેની સાથે અથાણાના મરચા અને ચટાકેદાર ચટણી પણ હોય છે. જો તમને સ્પાઈસી ફૂડ ભાવતુ હોય અને તમે રવિવારે સાંજે તમારા ફ્રેન્ડ્સ સાથે જવા માંગતા હોવ તો આના કરતા વધારે સારો કોઈ ઓપ્શન નથી.  

સાબરમતી જેલ ભજિયા હાઉસ અહીં ભજિયાની સુગંધથી જ અનેક લોકો ખેંચાઈ આવે છે.... અહીંના મેથીના ગોટા પણ ખૂબ જ વખણાય છે... આ ઉપરાંત તમે ઘરે તાજી તળેલી સેવ ભુજિયા કે કેળાની વેફર પણ પેક કરાવીને લઈ જઈ શકો છો. અહીં ટોસ્ટ અને ચક્રી પણ મળે છે... ચોમાસામાં તો આ જગ્યાની સ્વાદિષ્ટ વાનગીઓની લહેજત માણવાની મજા જ કંઈ ઓર હોય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link