કેળાને અઠવાડિયા સુધી રાખવા છે ફ્રેશ? જો આ ટ્રિકનો ઉપયોગ કરશો તો કેળા રહેશે ફ્રેશ

Mon, 30 May 2022-4:21 pm,

કોઈક જ એવો વ્યક્તિ હશે જેણે પોતાના ઘરે કેળાનું ફળ ન ખાધુ હોય. એક કોમન ફ્રૂટની સાથે આ ફ્રૂટથી સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. પરંતુ કેળાને કઈ રીત સાચવીએ, તેની તમામ લોકોને ચિંતા હોય છે. ત્યારે આવો આજે તમને 5 એવી ટ્રિક્સ બતાવી રહ્યા છીએ, જેથી એક અઠવાડિયા સુધી કેળા ફ્રેશ જ રહેશે. 

કેળાને ખરાબ થતા બચાવવા માટે બજારમાંથી એન્ગલની ખરીદી કરો. અને એન્ગલ પર કેળાને લટકાવો. એન્ગલ પર લટકાવીને રાખવાથી કેળા કેટલાક દિવસ સુધી ખરાબ થતા નથી.

સામાન્ય રીતે ખાણી-પીણીની ચીજ વસ્તુઓને ફ્રેશ રાખવા માટે ફ્રિઝનો ઉપયોગ કરવામાં આવે છે, જોકે કેળાને ફ્રિઝમાં રાખી ન શકાય. કેળાને સામાન્ય તાપમાનમાં રાખવાથી ખરાબ થતા અટકાવી શકાય છે. 

વેક્સ પેપરનો ઉપયોગ કરીને પણ કેળાને ફ્રેશ રાખી શકાય છે. જે માટે કેળાને વેક્સ પેપરથી ઢાંકીને રાખવા જોઈએ. વેક્સ પેપરથી ઢાંકી રાખવાથી કેળા જલ્દી બગડતા નથી. 

કેળાને લાંબા સમય સુધી ખરાબ થતા અટકાવવા માટે પ્લાસ્ટિક અથવા સોલો ટેપ લગાવી દેવી જોઈએ. જેથી કેળાને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકાય છે.

વિટામિન Cની ટેબલેટ કેળાને ફ્રેશ રાખવા માટે શાનદાર અને સાયન્ટિફિક ઉપાય છે. જે માટે વિટામિન Cની ટેબલેટને પાણીમાં નાખી દેવી. આ પાણીમાં રાખવાથી પણ કેળા લાંબા સમય સુધી ફ્રેશ રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડયા તેની પુષ્ટી કરતુ નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link