Vitamin C: નિયમિત આ 5 વસ્તુઓ ખાવાથી હંમેશા રહેશો જવાન! ક્યારેય નહીં રહે વિટામિન સી ની કમી

Fri, 06 Oct 2023-9:21 am,

કીવી એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે.તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સુધારે છે.આ ફળની મદદથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. જો તમે 2 કીવી ખાઓ છો, તો તમને લગભગ 137 મિલિગ્રામ વિટામિન સી મળશે, જે દૈનિક જરૂરિયાત કરતાં ઘણું વધારે છે.

પપૈયું એક પાવરફૂલ ફ્રૂટ છે. તેની સાથો સાથ તેની બીજ પણ એટલાં જ ઉપયોગી છે. પપૈયા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. આ ફળમાં એક મજબૂત એન્ટીઑકિસડન્ટ જોવા મળે છે જે ઘણા રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. એક કપ સમારેલા પપૈયામાં 88 મિલિગ્રામ વિટામિન સી હોય છે. આ એક સામાન્ય ફળ છે જે નિયમિતપણે ખાવું જોઈએ.

કેપ્સિકમ મરચામાં પણ સારી માત્રામાં વીટામીન સી હોય છે. જો તમે એક મધ્યમ કદનું લાલ કેપ્સિકમ ખાશો તો તમને 152 ગ્રામ વિટામિન સી મળશે.

જામફળ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે જેમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. જો તમે એક મધ્યમ કદનો જામફળ ખાઓ છો, તો તમને લગભગ 125 ગ્રામ વિટામિન સી મળશે. આ ફળ ખાવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. સાથે જ બ્લડ શુગર લેવલ પણ જળવાઈ રહેશે અને પાચનમાં કોઈ સમસ્યા નહીં થાય.

પાઈનેપલ એટલેકે, અનાનસ ખુબ રસથી ભરેલું રસદાર ફળ કહેવાય છે. તે પાચનશક્તિમાં વધારો કરે છે. સાથો સાથ તે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. અનાનસ વિટામિન બી6, પોટેશિયમ, કોપર અને થાઈમીનથી ભરપૂર હોય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link