Football Star: આ વર્ષે આ 5 Football Player છે ગોલ્ડન બૂટ મેળવવાની રેસમાં

Wed, 28 Apr 2021-8:39 am,

રોનાલ્ડોએ બતાવ્યું છે કે તે કોઈ પણ દેશની લીગ હોય પણ તેમાં ટોપ પર તો રોનાલ્ડો જ રહેશે. રોનાલ્ડોએ સીરી આ (SERIE A)માં જુવેન્ટસ માટે 29 મેચ રમતા લીગમાં 25 ગોલ સ્કોર કર્યા છે. જ્યારે, અન્ય લીગ અને સીરી આના ગોલનો ટોટલ કર્યે તો રોનાલ્ડોએ 32 ગોલ માર્યા છે અને 4 આસ્સિટઆપ્યા છે.

થોડા સ્લો સ્ટાર્ટ બાદ જેમ જેમ લા લીગા (LA LIGA)ની આ સિઝન આગળ વધી તેમ તેમ મેસ્સી ફોર્મમાં આવતો ગયો. બાર્સેલોનાના આ સ્ટાર પ્લેયરે લા લીગાની 30 મેચોમાં 25 ગોલ ફટકાર્યા છે. જ્યારે, અન્ય લીગ અને લા લીગાના ટોટલ ગોલની વાત કર્યે તો મેસ્સીએ 33 ગોલ કર્યા છે અને 14 આસ્સિટ આપ્યા છે.

એમબાપ્પે (MBAPPE) એક ટોપ ફ્રેન્ચ ફૂટબોલર છે. જેણે લીગ 1 (LIGUE 1)ની 29 મેચોમાં 25 ગોલ સ્કોર કર્યા છે. જેના સારા પ્રદર્શનનો ફાયદો PSG પેરિસ સેન્ટ જર્મન્સને થયો છે. અને જેના કારણે તે ગોલ્ડન બૂટની રેસમાં છે.

બાર્યન મ્યુનિચના આ પ્લેયરે બુન્ડેસલીગામાં (BUNDESLIGA)માં ધમાલ મચાવી છે. આ પોલેન્ડના પ્લેયરો બાર્યન મ્યુનિચ માટે 26 ગેમોમાં 36 ગોલ માર્યા છે. જ્યારે, અન્ય લીગ અને બુન્ડેસલીગામાં લેવનડોવસ્કીએ ટોટલ 43 ગોલ કર્યા છે અને 8 ઓસ્સિટ આપ્યા છે. જેના કારણે તે ગોલ્ડન બૂટની રેસમાં છે.  

ભલે હેરી કેનની ટીમ ટોટનહેમ હોટ્સ્પર પ્રિમીયર લીગમાં 7માં નંબરો હોય. પરંતુ, હેરી કેનનું પ્રદર્શન ગોલ સ્કોરિંગના રિતે બહુ સારૂ રહ્યું છે. હેરી કેને પોતાને એક ઈંગ્લીશ ફૂટબોલમાં પોતાને એક લીથલ ફિનીશર તરીકે સાબિત કર્યો છે. આ પ્રિમીયર લીગની સિઝનમાં 30 મેચોમાં હેરી કેને 21 ગોલ સ્કોર કર્યા છે. જ્યારે, અન્ય ટૂર્નામેન્ટના અને પ્રિમીયર લગીના ગોલના ટોટલ કર્યે તો હેરી કેને 31 ગોલ કર્યા છે અને 16 આસ્સિટ આપ્યા છે.  જેના જોતા તે ચોક્કસ ગોલ્ડન બૂટની રેસમાં સામેલ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link