ચિંતા ના કરશો! જાહેર કરાઈ નવી આગાહી; આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Sun, 27 Aug 2023-7:16 pm,

હવામાન વિભાગે આગાહી કરાઈ છે કે 27 અને 28 ઓગસ્ટે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. પૂર્વોત્તર ભારત માટે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ થવાનો છે. પૂર્વ ભારતમાં આવતા સબ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 27 ઓગસ્ટે, આંદામાન અને નિકોબારમાં 28 અને 29 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદ થશે. જોકે, આગામી પાંચ દિવસ સુધી ઘણા રાજ્યોમાં વધુ વરસાદના કોઈ સંકેત નથી. દક્ષિણ ભારત માટે હવામાન વિભાગનું કહેવું છે કે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 27 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય કેરળ અને તમિલનાડુમાં આગામી ત્રણ દિવસ માટે ખૂબ જ ગરમ હવામાનની આગાહી જારી કરવામાં આવી છે.

હવે ભાઈ-બહેનોનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. બે દિવસ બાદ 30 ઓગસ્ટ રક્ષાબંધન છે. ત્યારે જો તમને રક્ષાબંધનના દિવસોમાં વરસાદની ચિંતા સતાવી રહી છે, તો જાણી લો કે તમે રક્ષાબંધનના દિવસે છુટાછવાયા વરસાદની આગાહી છે. આગામી ત્રણ દિવસ હવામાન વિભાગની ભારે વરસાદની કોઈ આગાહી નથી. તેથી તમે રક્ષાબંધનનું બિન્દાસ્ત પ્લાનિંગ કરી શકો છો. 

હવામાન વિભાગે શનિવારે આ માહિતી આપી કે, આગામી 24 કલાકમાં તેલંગાણામાં ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આગામી સાત દિવસો દરમિયાન રાજ્યના કોમરમ, ભીમા, આસિફાબાદ, મંચેરિયલ, કરીમનગર, પેદ્દાપલ્લી, જયશંકર ભૂપાલપલ્લી, મુલુગુ, ભદ્રાદ્રી કોઠાગુડેમ, ખમ્મમ, મહબૂબાબાદ, વારંગલ, હનમકોંડા, જનગાંવ, સદ્દીપેટ અને યાદદ્રી ભુવનગીરી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે. મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે.  27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ. ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે,  28 ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરખથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી.

નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે, ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તો આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણનો સમાવેશ થાય છે. બાદમાં અહીં પણ વરસાદની સંભાવના ઓછી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link