અંબાલાલની આગાહી! આવતા મહિને સૂર્ય આવી રહ્યો છે પ્રચંડ વાયુવાહક નાડીમાં! ગુજરાતમાં મોટો ખતરો

Sun, 17 Nov 2024-5:01 pm,

આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં હવે ધીરેધીરે ઠંડીનું જોર વધી રહ્યું છે, ત્યારે 19 નવેમ્બરથી સૂર્ય પ્રચંડ વાયુ વાહક નાડીમાં આવતા બંગાળના ઉપસગારમાં ભારે ચક્રવાતની સંભાવના સેવવામાં આવી છે. 25થી 28 નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. બીજી બાજુ ગુજરાતમાં ત્રણ દિવસ બાદ જોર ઠંડી પડશે. 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. એટલે કે ગુજરાતનું વાતાવરણ બગડી શકે છે. 22 ડિસેમ્બથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. 

રાજ્યમાં દિવાળી બાદ હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે. જો કે હજુ પણ બેવડી ઋતુનો માર છે. દિવસે ગરમી અને રાતે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. શનિવારે અમદાવાદમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વના ઠંડા પવનો વાતા જોવા મળ્યા. ધીરે ધીરે ઠંડી વધે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે. આ ઉપરાંત અંબાલાલ પટેલ શું કહે છે તે પણ ખાસ જાણો. 

રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ છે. અમરેલીમાં સૌથી ઓછું 16.4 ડિગ્રી જયારે પોરબંદરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 19.5 જયારે ગાંધીનગરમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં 17.6, નલિયામાં 17.2,  દીવમાં 17.3 ડિગ્રી તાપમાન રહ્યું. મહુવામાં 17.3,  કેશોદના 17.5 અને રાજકોટમાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયુ. સુરતનું લઘુત્તમ તાપમાન 21.7 ડિગ્રી રહ્યું.   

લાંબા સમય બાદ એક સારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો સુધી પહોંચ્યું છે. ઊંચા પહાડો પર બરફ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું હવામાન લગભગ શુષ્ક છે. પરંતુ હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતો પર હળવો વરસાદ શરૂ થયો છે. બે-ત્રણ દિવસ પછી જ્યારે ઉત્તરનો પવન ફૂંકાશે. ત્યારે પંજાબથી હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાન સુધી તાપમાન ઘટી જશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળશે. રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે અને દિવસો ગરમ રહેશે.  

ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે. પરંતું અચાનક જ વાદળો બંધાય તેવી શક્યતા છે. કારણ કે, અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.

અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી કે, 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતિય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેથી ગરમીમાં ઘટાડો થશે.

ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં હોવાનું તેઓએ જણાવ્યું. સાથે જ માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠા આવી શકે છે. બંગાળ ઉપસાગરમાં 20થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link