ક્યારેય નહી સાંભળી હોય આવી વિચિત્ર આગાહી! ઠંડી-ગરમી-વરસાદ વચ્ચે અંબાલાલ પટેલનો નવો વરતારો

Sat, 27 Jan 2024-5:05 pm,

આજથી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી આવી છે. આગાહીકારે જણાવ્યું કે, આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે. ફ્રેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે. તો ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો, 8.9 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. કચ્છના નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. 

હાલ પવનની ગતિ સામાન્ય છે. પવનની ગતિમાં હાલ કોઇ વધારો થવાનો નથી. હાલ પવન અંગેની કોઇ ચેતવણી આપવામાં નથી. 29 જાન્યુઆરીથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. 29થી સાત ફેબ્રુઆરી સુધીમાં મિડિયમ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. આ ગાત્રો થીજવતી ઠંડી નહીં હોય પરંતુ અત્યારે જે ઠંડી છે તેનાથી બેથી ત્રણ ડિગ્રી વધારે ઠંડી હોય શકે છે. 

આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે. તેમણે કહ્યું કે, 27થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે. આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. ફેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે. સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, જૂનાગઢ અને અમરેલીના વિસ્તારોમાં પણ વધારે પ્રમાણમાં ઝાકળ વર્ષા જોવા મળશે. 29 તારીખથી લઇને પહેલી ફેબ્રુઆરી સુધી ભારે ઝાકળ વર્ષા થાય તેવી આગાહી કરી છે. વહેલી સવારે વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના ભાગો અને નદી કાંઠાના વિસ્તારોમાં પહેલી ફેબ્રુઆરી સુધીમાં ઝાકળ જોવા મળશે. આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત અને તેમા પણ ખાસ કરીને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાકળ વર્ષા થઇ શકે છે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે. એ સમયે ઠંડીમાં ઘટાડો થશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે. 

અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.   

હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. હાલ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તરપૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે. આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link