Mobile Phone નો Password, PIN કે Pattern Lock ભૂલી ગયા છો? ફિકર નોટ આ રીતે કરો Unlock!
તેના માટે જરૂરી છે ફોનમાં ઈંટરનેટ ચાલુ હોવું જોઈએ. Google Account Log In હોય અને GPS પણ ચાલુ હોવું જોઈએ. જોકે, એવું પણ થઈ શકે છેકે, આ ઉપાય તમારા ફોનમાં કામ ન લાગે.
કોઈ બીજા ફોન અથવા કોમ્પ્યુટરથી google.com/android/devicemanager પર જાઓ. Google Account માં જઈને સાઈન ઈન કરો. ત્યાર પછી લિસ્ટમાંથી એ ફોનને સિલેક્ટ કરો જેને તમે અનલોક કરવા માંગો છો.
આગલી સ્ક્રીન પર 'Lock Your Phone' ઓપ્શનને સિલેક્ટ કરો. હવે જુના પિન-પૈટર્ન અથવા પાસવર્ડને રિપ્લેસ કરવા માટે નવો પાસ વર્ડ ટાઈપ કરો.
હવે નીચે આપેલાં Lock બટન પર ક્લિક કરો. હવે ફોન અનલોક કરવા માટે નવો પાસ વર્ડ નાંખો. તમે ઈચ્છો તો ફરીથી નવો સ્ક્રીન લોક પણ લગાવી શકો છો.
જો તમે તમારું Google Assistant વ્યવસ્થિત રીતે સેટ કર્યું હશે તો આપને ‘Unlock with voice’ ઓપ્શન પર ધ્યાન આપ્યું હશે. આ ફિચર તમારા પહેલાંથી રેકોર્ડ થયેલી અવાજ ના આધારે કામ કરે છે. જો આ સુવિધા ચાલુ છે તો તમે તમારા સ્માર્ટફોનને અનલોક કરવા માટે બસ ‘Ok Google’ કહો અને તમારું કામ થઈ જશે.
'https://findmymobile.samsung.com/' ખોલો અને આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગઈન કરો. ‘Unlock’ ઓપ્શન સિલેક્ટ કરો અને સ્માર્ટફોનને અનલોક કરવા માટે તમારા એકાઉંટ પાસવર્ડને કન્ફર્મ કરો.