PHOTOS: પૂર્વ કિક્રેટર મનિંદર સિંહના પુત્રની જીંદગી પતંગની દોરીમાં ફસાઇ
પૂર્વ ક્રિકેટર મનિંદર સિંહના પુત્ર અર્જુન દરરોજ 50 થી 60 કિલોમીટર સાઇકલ ચલાવે છે. અકસ્માતથી બચવા માટે હંમેશા હેડ ગીયર એટલે કે સાઇકલના હેલમેટ અને કોણી અને ઘૂંટણ માટે પેડ્સનો ઉપયોગ પણ કરે છે, પરંતુ આ બધુ બેકાર સાબિત થયું અને 15 ઓગસ્ટની સાંજે દિલ્હી પતંગબાજી કરી રહ્યું હતું, એક દોરીના કારણે અર્જુનનો હોઠ કપાઇ ગયો. ઘાર એટલી તેજ હતી કે લોહી વહેવા લાગ્યું, અર્જુન બેભાન અવસ્થામાં જતો રહ્યો હતો, એક કાર ચાલકે તેને રોડ પર પડેલો જોયો પરંતુ ગાડી ખરાબ થવાના ડરથી તે તેને છોડીને જતો રહ્યો.
24 વર્ષના હસતા રમતા યુવાનની આ તસવીર જુઓ. અર્જુનની આ સ્થિતિ પતંગની દોરીના કારણે થઇ છે. સાઇકલ પર જઇ રહેલા અર્જુનના ચહેરા પર પતંગની દોરીએ હોઠ કાપી દીધો. આ દરમિયાન એટલું લોહી વહી ગયું કે હેલમેટથી માંડીને જૂતા સુધી લોહીથી લથપથ થઇ ગયા હતા.
ગાજિયાબાદના વૈશાલીમાં બનેલા મેક્સ હોપ્સિટલમાં અર્જુનની સર્જરી થઇ. ત્રણ દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ અર્જુન ઘરે પરત ફર્યો. પરંતુ ઘા રૂઝાતા અને નોર્મલ થવામાં તેમને 6 મહિના લાગશે. ફક્ત એક હોસ્પિટલના ડોક્ટરોએ 15 ઓગસ્ટના દિવસે દોરી વડે ઘાયલ થનાર વધુ 5 લોકોના ઓપરેશન કર્યા હતા.
15 ઓગસ્ટની સાંજે દિલ્હી પતંગબાજી કરી રહ્યું હતું, એક દોરીના કારણે અર્જુનનો હોઠ કપાઇ ગયો. ઘાર એટલી તેજ હતી કે લોહી વહેવા લાગ્યું, અર્જુન બેભાન અવસ્થામાં જતો રહ્યો હતો, એક કાર ચાલકે તેને રોડ પર પડેલો જોયો પરંતુ ગાડી ખરાબ થવાના ડરથી તે તેને છોડીને જતો રહ્યો. પાછળ આવી રહેલી કારમાં એક યુવા દંપતિએ તેને કારમાં બેસાડ્યો. અર્જુનની સાઇકલ મોટી હતી, જેને એક બીજા કાર સવારની ડેકીમાં મુકવાની ભલામણ કરી અને સાઇકલ હોસ્પિટલમાં મુકી દીધી. પરંતુ તે વ્યક્તિ અર્જુનની સાઇકલ લઇને ગાયબ થઇ ગયો અને આજ સુધી કોઇ પતો લાગ્યો નથી. પરંતુ તે સમયે જીંદગી અને મોત સામે ઝઝૂમી રહેલા અર્જુનને બચાવવો મોટો પડકાર હતો.
2017માં દિલ્હી સરકારે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટીએ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે ભારતમાં સુરતના ધાગા વડે પતંગ ઉડાવવામાં આવતો હતો પરંતુ ચાઇનીઝ દોરીમાં કાચ, પ્લાસ્ટિક, નાઇલોન અને બીજી ધાતુઓને મિક્સ કરવામાં આવે છે જે કોઇનો પણ જીવ લઇ શકે છે. પરંતુ તમામ પાબંધીઓ છતાં આ દોરી દિલ્હી એનસીઆરમાં સરળતાથી મળી જાય છે.