15 વર્ષ કરી દેશની સેવા, અત્યારે ગામમાં તૈયાર કરી રહ્યાં છે ભારત માટે ફૌજ

Sat, 26 Jan 2019-12:36 pm,

ટ્રેનિંગ આપનાર સચિન ગામના તળાવના કિનારે ખાલી જગ્યામાં આ યુવાઓને નિ:શુલ્ક ટ્રેનિંગ આપે છે. હવે આ યુવાઓની સરકાર પાસે એક જ માગ છે કે તેમના માટે સ્ટેડિયમ બનાવવામાં આવે.

મુઝફ્ફરનગર જિલ્લોના દતિયાના ગામના નિવાસી સચિન 2001માં ભારતીય સેનામાં ભરતી થયા હતા. સચિને જમ્મૂ-કાશ્મીર, પંજાબ તેમજ દિલ્હીમાં તૈનાત રહીને દેશની સેવા કરી હતી. સચિન કાશ્મીરમાં 10 વર્ષ સુધી તૈનાત રહ્યાં હતા. વર્ષ 2014માં સચિનને સિયાચિનના ગ્લેશિયરમાં તૈનાત કરવામાં આવ્યા હતા. તે દરમિયાન બર્ફીલા તોફાનની ઝપટમાં આવવાથી સચિન ગભંર રીતે ઘાયલ થયા હતા.

2016માં તેઓ ફૌજથી રિટાયર્ડ થઇને તેમના ગામ દતિયાના આવી ગાય હતા. રિટાપર્ડ થઇને સચિનને તેમના ઘરે મન લાગતું ન હતું. સચિને ગામમાં બેરોજગાર યુવાનોને જોઇ તેમને દેશની સેનામાં ભરતી થઇ દેશ સેવા કરવાના જુસ્સો ભર્યો અને પછી જાતે જ ટ્રેનિંગ કેમ્પ શરુ કર્યો હતો. 36 વર્ષીટ સચિને ગામમાં દોડવા માટે ટ્રેક તેમજ મેદાન ન હોવા પર ગામના છેવાડે ખાલી પડેલા તડાવ પર પોતાના ખર્ચે માટી નાખી યુવાઓને ટ્રેનિંગ આપવાની શરૂ કર્યું હતું.

શરુઆતમાં તો યુવાનોની સંખ્યા ઓછી હતી પરંતુ જેમ જેમ દિવસો વધતા ગયા તેમ તેમ યુવાઓની સંખ્યા પણ વધતી ગઇ હતી. આ ટ્રેનિંગ કેમ્પમાં ગામ દાતિયાના સહિત મેધાખેડી, પચેન્ડા કલા, પચેન્ડા ખૂર્દ, શાહદરા, ખોઇખેડીના યુવાઓ આવે છે.

ગત એક વર્ષમાં આ ટ્રેનિંગ કેમ્પમાં ટ્રેનિંગ મેળવ્યા બાદ સહારનપુરમાં યોજાયેલ સેના ભરતીમાં 5 યુવાનો તેમજ 6 અન્ય યુવાઓ ઘણા ફોર્સમાં ભરતી થયેલ છે. આ ટ્રેનિંગ કેમ્પમાં યુવાઓને ફિઝિકલ હાર્ડ વર્ક કરાવી મજબૂત બનાવવામાં આવે છે.

દેશના યુવાઓને તૈયાર કરવા માટે સચિનને સરકાર પાસેથી કોઇપણ પ્રકારની મદદ મળતી નથી. તેઓ પોતાના ખર્ચ પર યુવાઓ માટે ડ્રેસ અને કિટ તૈયાર કરાવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link