ટેસ્લાની કારમાં કેવી રીતે ભડથુ થયા ગુજરાતી યંગસ્ટર્સ, કેનેડાના રસ્તા પર થયું હતું મોતનું તાંડવ
કેનેડાના ટોરન્ટોમાં એક ભયાનક અકસ્માત બાદ કારમાં આગ લાગતા ચાર ભારતીયોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જેમાંથી ત્રણ ગુજરાતીઓ અને અન્ય એક મહારાષ્ટ્રનો યુવક છે. બોરસદના જયરાજસિંહ સિસોદિયાનું અક્સ્માતમાં મોત નિપજ્યું છે. જયરાજસિંહ સિસોદિયા બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ હતા. તો કારમાં સવાર લુણાવાડાના સગા ભાઈબહેનનું પણ મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેનેડાના ટોરેન્ટોમાં એક ટેસ્લા કાર પુરઝડપે જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં 5 ભારતીયો સવાર હતા. જેમાંથી 3 ગુજરાતીઓના મોત નિપજ્યા છે. અન્ય મૃતક યુવક મહારાષ્ટ્રનો વતની છે. તો કારમાં સવાર અન્ય એક યુવતીનો બચાવ થયો હતો. જે યુવતીનો બચાવ થયો છે, તે પણ હાલ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. બોરસદના 100 ફૂટ રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા જયરાજસિંહ સિસોદિયાનું મોત નિપજ્યું છે. જયરાજસિંહ સિસોદિયા છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં રહેતો હતો. લુણાવાડાના સગા ભાઈ-બહેનનું પણ આ કાર અકસ્માતમાં મોત નિપજ્યું છે.
મૃતકોમાં ત્રણ ગુજરાતી અને એક મહારાષ્ટ્રનો યુવક છે. બોરસદના જયરાજસિંહ સિસોદિયાનું મોત થયું. તો લુણાવાડાના સગા ભાઈ-બહેન કેતા સંજયસિંહ ગોહિલ અને નીલરાજ સંજયસિંહ ગોહિલનું મોત થયું. મહારાષ્ટ્રના દિગ્વિજયનું મોત નિપજ્યું.
ડાઉનટાઉન ટોરોન્ટોમાં ગુરુવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માતમાં ચાર લોકો માર્યા ગયા હતા, જ્યારે કારમાં સવાર એક વ્યક્તિને સળગતી કારમાંથી અન્ય કાર ડ્રાઈવર દ્વારા બહાર ખેંચી લેવામાં આવી હતી, તેથી તે બચી ગઈ છે. આ જીવલેણ અથડામણ ચેરી સ્ટ્રીટ નજીક લેક શોર બુલવાર્ડ E. પર બપોરે 12:10 વાગ્યે થઈ હતી. ટોરોન્ટો પોલીસ ડ્યુટી ઈન્સ્પે.એ જણાવ્યું હતું કે, અંદર ત્રણ પુરુષો અને બે મહિલાઓ સાથેની ટેસ્લા લેક શોર પર પૂર્વ તરફ ઝડપભેર જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને કાર રેલિંગ સાથે અથડાઈ હતી. ત્યાર બાદ કારમાં આગ ફાટી નીકળી હતી. આગ ઓલવાઈ ગયા પછી, અગ્નિશામકોએ કારની અંદર ચાર લોકો શોધી કાઢ્યા. ચારેયને ઘટના સ્થળે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
અકસ્માતની વિગત એવી છે કે, ભાદરણ કોલેજના અધ્યાપક પ્રો. હરેન્દ્રસિંહ સિસોદીયા સાહેબના પુત્ર અને બોરસદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ જયરાજસિંહ સિસોદિયાનું ગઈકાલે કાર અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જયરાજસિંહ પોતાના મિત્રોની સાથે કેનેડા, ટોરોન્ટો ડાઉનટાઉન ખાતેથી પોતાની ટેસ્લા ઈવી કારમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે રોડ સાઈડની ગાર્ડ રેલ સાથે કાર અથડાતાં ચાલકનુ કાર પરનું નિયંત્રણ ખોરવાયુ હતું અને કારની બેટરીને ડેમેજ થતાં તુરંત આગ પકડી હતી. આ ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલ પાંચ મુસાફરો પૈકીના જયરાજસિંહ સહિતના ચારનું ઘટના સ્થળે જ દુખઃદ નિધન થયુ હતું. જ્યારે ઈજાગ્રસ્ત એક મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.