1 ડિસેમ્બરથી થઈ રહ્યા છે ચાર મોટા ફેરફાર, પડી શકે છે મોંઘવારીનો માર
1 ડિસેમ્બરથી બેંક ગ્રાહકો માટે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે RTGSની સુવિધા 24*7 કલાક ઉપલબ્ધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે 1 ડિસેમ્બર 2020થી RTGS ટ્રાન્જેક્શનની સુવિધા 24 કલાક માટે ચાલુ રહેશે. કોરોનાકાળમાં ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં ઘણો વધારો થયો છે. આ પહલાં RBIએ NEFTના નિયમોમાં પણ ફેરફાર કર્યો હતો. NEFTની સુવિધા ડિસેમ્બર 2019થી 24 કલાક ચાલુ છે. હાલના નિયમો પ્રમાણે બીજા અને ચોથા શનિવારને બાદ કરતાં મહિનાના બધા વર્કિગ ડે પર સવારે 7થી સાંજના 6 કલાક સુધી RTGSની મદદથી ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. જે એક ડિસેમ્બરથી બદલાઈ જશે. અને 24 કલાક આ સુવિધા મળી રહેશે.
કોરોના સંકટના કારણે હજુ પણ અનેક રૂટની ટ્રેનની અવરજવર સામાન્ય થઈ શકી નથી. પરંતુ હવે રેલવે તરફથી 1 ડિસેમ્બરથી અનેક રૂટ પર ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવી રહ્યું છે. 1 ડિસેમ્બરથી મુસાફરો માટે ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેલ ટ્રેન ઉપલબ્ધ થશે. રેલવેએ જણાવ્યું કે બંને ટ્રેનને સામાન્ય શ્રેણી અંતર્ગત ચલાવવામાં આવી રહી છે. 01077/78 પુણે-જમ્મુતવી પુણે ઝેલમ સ્પેશિયલ અને 02137/38 મુંબઈ ફિરોઝપુર પંજાબ મેલ સ્પેશિયલ રોજ ચાલશે.
પંજાબ નેશનલ બેંકે 1 ડિસેમ્બરથી કેશ કાઢવાનો નિયમ કાઢવાનો નિયમ બદલવાની જાહેરાત કરી છે. બેંકના જણાવ્યા પ્રમાણે નવો નિયમ ઘણો સિક્યોર હશે. 1 ડિસેમ્બરથી પીએનબી વન ટાઈમ પાસવર્ડ બેસ્ડ કેશ વિડ્રોલ સુવિધા લાગુ કરવા જઈ રહી છે. પીએનબી તરફથી કરવામાં આવેલી જાણકારી પ્રમાણે એક વખત 10,000 રૂપિયાથી વધારેની કેશ હવે OTP બેસ્ડ હશે. પીએનબી બેંકમાં આ નિયમ 1 ડિસેમ્બરથી રાત્રે 8 કલાકથી લઈને સવારે 8 કલાકથી લઈ સવારના 8 કલાકની વચ્ચે લાગુ થશે. તેનો અર્થ એ છે કે આ સમયગાળામાં 10,000 રૂપિયાથી વધારેની રકમ કાઢવા માટે PNB ગ્રાહકોને OTPની જરૂરિયાત રહેશે. આથી ગ્રાહક પોતાના મોબાઈલ સાથે લઈને જાય.
ડિસેમ્બરમાં પણ રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયા નથી. IOCની વેબસાઈટ પર જણાવેલા ભાવ મુજબ દિલ્હીમાં સિલિન્ડરની કિંમતમાં ફેરફાર નથી. દિલ્હીમાં 14.2 કિલોના સબસિડીવાળા ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા છે. મુંબઈમાં પણ સબસિડીવાળા ગેસસિલિન્ડરનો ભાવ 594 રૂપિયા જ છે. ચેન્નાઈમાં આ ભાવ 610 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. જ્યારે કોલકાતામાં 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ 620 રૂપિયા છે. જો કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 56 રૂપિયાનો જેટલો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ 1241 રૂપિયાથી વધીને 1296 રૂપિયા થયો છે. એટલે કે 55 રૂપિયા જેટલો વધારો થયો છે. જ્યારે કોલકાતામાં 1296થી વધીને 1351.50 રૂપિયા થયો છે.
કોરોના સંકટકાળમાં અનેક લોકોએ વીમો લીધો પરંતુ પ્રીમીયમને લઈને તેની ચિંતાઓ પણ વધી. પરંતુ હવે 5 વર્ષ બાદ વીમાધારકો પ્રીમીયમની રકમને 50 ટકા સુધી ઘટાડી શકે છે. એટલે કે અડધા પ્રીમીયમ સાથે પણ વીમા પોલીસે ચાલુ રાખી શકાશે. આ જ પ્રકારે ULIP પ્લાન પર સારા રિટર્ન આપવાની પણ કોશિશ કરાઈ છે.